ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી:ખેડા જિલ્લા ખરીદ-વેચાણ સંઘમાં વધુ એક વખત ચેરમેન પદે મહેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઇસ ચેરમેન તરીકે રૂપેશભાઈ ચંદુભાઇ પટેલ પણ બિનહરીફ વિજેતા જાહેર
  • ખેડા જિલ્લા ખરીદ-વેચાણ સંઘ એ ખેડા અને આણંદ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા

ચરોતર સહકારી માળખાની મહત્વની સંસ્થા એવી ખેડા જિલ્લા ખરીદ-વેચાણ સંઘમાં આજે મંગળવારે ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન થયુ હતું. આ ચૂંટણીમાં વધુ એક વખત ચેરમેન તરીકે મહેશભાઈ પુનમભાઈ પટેલ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

નડિયાદ સ્થિત આવેલ ખેડા જિલ્લા ખરીદ-વેચાણ સંઘ એ ખેડા અને આણંદ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા છે. તેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે મંગળવારે ચૂંટણી યોજવાનું નક્કી થયું હતું. નાયબ કલેક્ટર ઉમંગભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચૂંટણીમાં ચેરમેન તરીકે મહેશભાઈ પુનમભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રૂપેશભાઈ ચંદુભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

જોકે સામે પક્ષે કોઈએ પણ ઉમેદવારી નોંધાવી નહોતી. જેથી ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે મહેશભાઈ પુનમભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રૂપેશભાઈ ચંદુભાઈ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચેરમેન તરીકે મહેશભાઈ પુનમભાઈ પટેલ છેલ્લા ત્રણ વખતથી ચૂંટાતા આવ્યા છે, તેમની વરણીને ઉપસ્થિત સભાસદોએ વધાવી લીધી હતી. તેમજ હારતોરા કરી ચેરમેન તથા વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...