તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેમદાવાદના લાંચ કેસ બન્ને કોન્સ્ટેબલની બદલી

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંચ લેતા એસીબીએ 10 સામે કાર્યવાહી કરી, એકને પોરબંદર અને બીજાને પશ્ચિમ કચ્છ મોકલ્યો

મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો મુદ્દામાલ છોડવા માટે લાંચ લેતા સમયે ભાગી છુટેલા બન્ને પોલીસ કર્મચારીને પોરબંદર અને કચ્છ બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જુદા જુદા સમયે અને સ્થળે લાંચ લેતા એસીબીના હાથે પકડાયેલા દસ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એસીબીના નિયામકે રાજ્ય પોલીસ વડાને આ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પગલા લેવા અહેવાલ કર્યો હતો. આ અહેવાલ આધારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામને મુળ શહેર અને જિલ્લા ખાતેથી દુરના સ્થળે બદલી કરવાનો હુકમ કર્યો છે.

આ હુકમમાં મહેમદાવાદ ખાતે મુદ્દામાલ છોડાવવા માટે લાંચના છટકામાંથી ભાગી છુટેલા આલાભાઈ જેઠાભાઈ અને નારણભાઈ દેવાભાઈ ભરવાડનો પણ સમાવેશ થાય છે. આ બન્નેમાં નારણભાઈને પોરબંદર અને આલાભાઈને પશ્ચિમ કચ્છ બદલી કરવામાં આવી છે. આમ બે કોન્સ્ટેબલોની લાંચના પ્રકરણમાં આખરે બદલી કરતાં ભ્રષ્ટાચાર આદરતા અન્ય કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો