તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતૂહલ:નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરમાં જોવા મળી ચુંબકીય અસર, શરીર પર ચીપકી જાય છે ચલણી સિક્કા, ચમચી અને મોબાઈલ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા લોકોને ગેરમાર્ગે ના દોરાવવા અપીલ કરવામા આવી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જિલ્લામાં ચુંબકીય શક્તિ ધરાવતા લોકોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક લોકોના શરીર પર ચલણી સિક્કા, ચમચી, મોબાઈલ જેવી ચીજવસ્તુઓ ચોંટી જતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજે નડિયાદ શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

નડિયાદ શહેરના વૈશાલી સિનેમા પાછળ રહેતા અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર રહી ચૂકેલા પિયુષ પટેલના શરીરમાં આજે એકાએક ચૂંબકીય અસર જોવા મળી છે. તેમના શરીર પર સિક્કા,મોબાઈલ,ચમચી વિગેરે ચિપકી રહ્યા છે. જે જોતાં તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ વાત વાયુવેગે નડિયાદ શહેરમાં ફેલાતાં મેગ્નેટમેનનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તેમણે વેક્સિનના બે ડોઝ લીધાને એક માસ ઉપરાંતનો સમય થઈ ચૂક્યો છે.

રાજ્યમાં અલગ અલગ વાઈરલ થયેલા વીડિયો બાદ એવી વાતો ફેલાવવામા આવી રહી છે કે, વેક્સિનના કારણે આ પ્રકારની ચુંબકીય શક્તિ પેદા થઈ રહી છે. જો કે, જાણકારોના મતે વેક્સિન અને ચુંબકીય શક્તિને કોઈ લેવાદેવા નથી. તંત્રએ પણ લોકોને આવી વાતોમાં આવ્યા વગર સમયસર વેક્સિન લઈ લેવા લોકોને અપીલ કરી છે.

જોકે કેટલાક લોકો વેક્સિનને લીધે આમ થયું હોવાનું કહી સમાજમાં ગેરસમજ ઉભી કરતાં હોય છે. સાથે સાથે આવી ગેરસમજને કારણે કેટલાક લોકો રસી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે. વેક્સીનને કારણે આવુ નથતું સૌને વેક્સિન લેવા તંત્રએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...