તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરાઇ

નડિયાદ4 દિવસ પહેલા
 • કૉપી લિંક

નજીકના દિવસોમાં યોજાનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ રજૂઆત કરી છે.

સમગ્ર રાજ્ય હાલ કોરોનાના ભરડામાં છે. ત્યારે અમુક જિલ્લાઓની પરિસ્થિતિ પણ કાબુ બહાર પહોંચી છે. વધતા જતાં સંક્રમણને નાથવા હવે રાત્રી કર્ફ્યૂનો અમલ થઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે આગામી 25 એપ્રિલના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાનાર છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ ચૂંટણી હાલ પુરતી મોકૂફ રાખવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી છે.

આ મહામંડળના મહામંત્રી મહેશ જોશી જણાવે છે કે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં સંચાલકો, આચાર્યોનો સંપર્ક સાંધવો ખુબજ મુશ્કેલ બન્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ મીટીંગ યોજી શકાય તેમ નથી. માટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પુરતી ચૂંટણી મોકૂફ રાખવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો