• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Madani Park In Kanjari Was Demanded To Be Exempted From The Contentment Zone, 6 Positive Cases Were Received From The Society.

રજૂઆત:કણજરીમાં મદની પાર્કને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવા માગ કરાઈ, સોસાયટીમાંથી 6 પોઝિટિવ કેસ મળ્યા હતા

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કણજરી શહેરમાં 11મી મેના રોજ સૌ પ્રથમ કોરોના પોઝીટીવ કેસ મળ્યાં બાદ મદની પાર્ક સોસાયટી સહિતના કેટલાક વિસ્તાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેને હવે તેમાંથી મુક્તિ આપવા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. કણજરીના મદની પાર્ક સોસાયટી વિસ્તારમાં કુલ છ જેટલા કોરોના પોઝીટીવ કેસ મળ્યાં હતાં. તેને લઇને આસપાસની સોસાયટી દલવાડીની ચાલી, આજીજુર રહમાન પાર્ક, યાદગાર સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. હવે છેલ્લે 18 દિવસથી આ સોસાયટીઓ  કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે અને સરકારી ગાઇડ લાઇન મુજબ દરેક કામગીરી થાય છે અને સોસાયટીના લોકો દ્વારા સંપૂર્ણ રીતે તેનું પાલન પણ કરવામાં આવે છે. બીજી તરફ છ કેસ પોઝીટીવ આવેલા હતા તે તમામને યોગ્ય સારવાર મળવાથી નેગેટિવ આવ્યા છે. જેથી છ કેસને હોસ્પિટલમાંથી મુક્તિ મળી છે. હવે આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઇ પોઝીટીવ કેસ નથી. કણજરી શહેરમાં કોરોના પોઝીટીવ કેસ એક પણ નથી. આથી, પ્રતિબંધ ઉઠાવી લેવા માગણી ઉઠી છે. 

અન્ય સમાચારો પણ છે...