આત્મહત્યા:મહેમદાવાદમાં પ્રેમી પંખીડા, મહુધામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમાજ લગ્ન ગ્રાહ્ય નહીં રાખે તે બીકે જીવન ટુંકાવ્યું

મહેમદાવાદ અને મહુધામાં આપઘાતની બે જુદી-જુદી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવનનો અંત આણ્યો છે. મહેમદાવાદમાં પ્રેમી પંખીડા અને મહુધામાં પરણિતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાતા પોલીસ મથકોએ જાણવાજોગ નોંધાઈ છે. પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે. મહેમદાવાદમાં 11 જૂનના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં રાસ્કા ગામના ચરા વિસ્તારમાં બાવળના ઝાડે ફાંસો લગાવી પ્રેમી પંખીડાઓએ જીવન ટુંકાવ્યાની ચકચારીત ઘટના સામે આવી છે.

દસક્રોઈના ભુવાલમાં રહેતા 18 વર્ષિય પાર્વતિબેન ભરતભાઈ વાઘેલા અને વડોદરાના સાવલીમાં નહરા તાબે 21 વર્ષિય ઈન્દ્રજીત પ્રતાપસિંહ સોઢા પરમારે અગમ્ય કારણોસર ઓઢંણીથી બાવળના ઝાડ પર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. પાર્વતિબેન 7 જૂનના રોજ પોતાના પિતા ભરતભાઈ વાઘેલાના ઘરેથી કંઈ પણ જણાવ્યા વગર નીકળી ગઈ હતી. ત્યારબાદ તે પોતાના પ્રેમી ઈન્દ્રજીત સોઢા સાથે ભાગી ગઈ હતી. તેમના લગ્ન પરિવારજનો અને સમાજને ગ્રાહ્ય ન હોવાથી આ પ્રેમી પંખીડાએ જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.

​​​​​​​પોલીસને ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહો ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોની તપાસ કરતા તેમની પાસેથી કંઈ વિશેષ મળ્યુ ન હોવાની પણ વિગતો મળી છે.

આપઘાતની બીજી ઘટના મહુધાના શેરી ફળિયામાં બની છે. જ્યાં પરણિતાએ પોતાની સાસરીમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. ગઈકાલે સાંજે આ ઘટના બનતા એશાભાઈ ઓથાભાઈ પરમારે તેની જાણવાજોગ મહુધા પોલીસ મથકે નોંધાવી છે. જેમાં પોતાની દીકરી રેખાબેન દિવ્યેશભાઈ ચૌહાણ તેના પતિના ઘરે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી હોવાની જાણ કરી છે. પોલીસે આ અંગે એડી નોંધી તપાસ આદરી છે.

સામાજિક બંધનોને કારણે પ્રેમી યુગલોને અવાર નવાર આપઘાત કરીને જીવન ટુંકાવવાનો વખત આવે છે. કેટલાક સમાજમાં તો પ્રેમ કરનાર યુવક યુવતીઓ પર મહેણા ટોણાનો વરસાદ વરસાનીને શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...