તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:કઠલાલમાં સસ્તામાં ડોલર લેવા જતાં કોન્ટ્રાક્ટરે 4 લાખ ગુમાવ્યા

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોડિયાર મંદિરના પૂજારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી આચરી

અમદાવાદમાં ઘાટલોડિયામાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં સુધીરકુમાર પટેલની ઓફિસે તેમના મિત્ર કૌશિકભાઇ પંચાલ મળવા આવ્યા હતા. તેઓએ ખેડા જિલ્લામાં એક ભાઇ માતાજીના પૂજારી છે અને તેમની પાસે અમેરિકન ડોલર આવેલા છે, જે તેઓને વટાવવા હોવાથી, સસ્તા ભાવમાં આપી દેવાના છે તેવું જણાવી એક મોબાઇલ નંબર આપ્યો હતો જેના પર સુધીરભાઇએ કોલ કરતાં તેઓએ ડોલર બાબતે વાત કરતાં, ફોન કરનાર શખ્સે પોતે મુંડેલ ગામમાં આવેલા ખોડિયાર મંદિરના પૂજારી તરીકેની ઓળખ આપીને 70 થી 80 હજાર ડોલર હોવાનું જણાવ્યું હતું.

ડોલર સાચા છે કે નહીં તે જોવા માટે સુધીરભાઇ મુંડેલ ગામે ગયા હતા. જ્યાં બે અજાણ્યા યુવકોએ તેમને કેટલાક ડોલર આપ્યા હતા જે ખરા હોવાથી 40 રૂ. માં એક ડોલર આપવાની ડીલ નક્કી થઇ હતી. સુધીરભાઇ કારમાંથી રૂ. 4 લાખ ભરેલું પર્સ લઇને આવતાં ત્યાં ઉભેલો યુવક તેમના હાથમાંથી પૈસા ભરેલું પાકિટ લઇને ફરાર થઇ ગયો હતો. નીચે અન્ય એક શખ્સ બાઇક લઇને તૈયાર જ ઉભો હોવાથી પૈસા ભરેલું પાકિટ લઇને એ શખ્સો બાઇક પર બેસીને ફરાર થઇ જતાં, કારમાં સુધીરભાઇએ તેમનો પીછો કર્યો હતો. પણ ત્રણેય શખ્સો તેમને ચકમો આપીને ફરાર થઇ જવામાં સફળ થયા હતા. પોતે છેતરાયા હોવાનું સમજાતા સુધીરભાઇ સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં દશરથ તથા વિજય (ઉ.વ.આશરે 25 થી 30) તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...