તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Biker Lost Control Of The Steering Wheel While Returning Home From Nadiad After Taking Medicine. One Killed And One Injured In The Accident.

અકસ્માત:દવા લઈને નડિયાદથી ઘરે આવતી વેળાએ બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નડિયાદના દવાપુરામાં રહેતા બે વ્યક્તિઓને ગામ નજીક જ અકસ્માત નડ્યો છે. દવા લઈને નડિયાદથી ઘરે આવતી વેળાએ રસ્તા પર ભુંડ આડુ ઉતરતા બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચી છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે મથકે ફેટલ અકસ્માતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના દવાપુરા ગામે મેહારાવ વાળું ફળીયામાં રહેતા ગોપાલભાઈ વાઘેલા ગતરોજ પોતાના માસીના દિકરા મહેશ વાઘેલા સાથે તેમના મોટર બાઇક પર નડિયાદ આવ્યા હતા. ગોપાલભાઈ દવાઓ લેવા અને મહેશભાઇ વાળ કપાવવા માટે નડિયાદ આવ્યા હતા. જે બાદ આ બન્ને લોકો બપોરે બાઇક પર બેસીને પરત ઘરે દવાપુરા ખાતે જઈ રહ્યા હતા. તે સમયે નડિયાદના એરંડીયાપુરા વળાંક નજીક એકાએક રોડ પર ભુંડ આડુ ઉતરતા બાઇક ચાલક મહેશ વાઘેલાએ વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી મોટર બાઇક ચાલક અને ગોપાલભાઈ વાઘેલા બન્ને લોકો વાહન પરથી નીચે પટકાયા હતા. જે પૈકી મહેશ રોડ પરની સાઈડની કુંડી સાથે ભટકાયા હતા તેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવી બન્નેને સારવાર અર્થે ખસેડ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે મહેશનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગોપાલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...