તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હકીકત:મહુધા ગામે ખુટજ પ્રા.શાળાના કોવિડ કેર સેન્ટરને ખંભાતી તાળા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની સુચનાથી કોવિડ સેન્ટર શરૂ, દર્દીઓ જ નહીં

ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સરકારે ગામે ગામ શાળા અને કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરો પર કોવિડ કેર સેન્ટર ઉભા કરાવ્યા છે. પરંતુ આ સેન્ટરો સોભાના ગઠીયા સમાન હોવાની હકીકત ઉજાગર થઇ રહી છે. મહુધાના ખુટજ ગામે કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર માં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. પરંતુ દર્દીઓ નહીં આવતા સેન્ટરને તાળાં મારી દેવાયા હોવાની હકીકત બહાર આવી છે. સરકાર દ્વારા સૂચના અપાતા ગ્રામ પંચાયતે સેન્ટર ઉભુ કરી ગાદલાં તો પથારી દીધા, પરંતુ દર્દીઓ નહીં આવતા આજ સેન્ટરને તાળું મારી દીધુ છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો સેન્ટરને તાળાં જ મારી રાખવાના હોય તો પછી ફિજૂલ ખર્ચી શા માટે?

અન્ય સમાચારો પણ છે...