પશુ ગણતરી:ખેડા જિલ્લામાં 20મી પશુધનની વસ્તી ગણતરી થઇ, 61 લાખથી વધુ ભેંસોની સંખ્યા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મ તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મ તસ્વીર
  • જિલ્લામાં 20 હજારથી વધુ ઘેટા અને 10 લાખથી વધુ બકરાંની સંખ્યાં

રાજ્ય સરકાર દ્વારા દર પાંચ વર્ષે કરાતી ખેડા જિલ્લામાં પશુધનની ગણતરી અંતર્ગત 20મી પશુધનની ગણતરી તાજેતરમાં પૂર્ણ થઈ છે. ગ્રામ્ય વિસ્તારના ખેડુતો ખેતીની સાથે ગાય, ભેંસ જેવા પશુઓ પાળીને પુરક આવક મેળવતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા લોકોનું જીવનધોરણ ઉચુ આવે તે માટેની અનેકવિધ યોજનાઓ દ્વારા તેમને સહાય આપવામાં આવે છે. જેમ કે, માનવ સંચાલિત ચાફકટર, ખાણદાણ સહાય, દુધાળા પશુઓના ફાર્મ સ્થાપના માટેની સહાય, ઓટોમેટીક મિલ્ક કનેકશન મશીનની સહાય તથા આદિવાસી ખેડુતોને ગાય આપીને તેમનું જીવન ધોરણ ઉચુ આવે તેવા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ ખેડા જિલ્લાની કુલ પશુધનની તાલુકાવાર માહિતી જોઇએ તો જિલ્લામાં ભેંસની સંખ્યા તાલુકાવાર જોઇએ તો ગળતેશ્વર તાલુકામાં ભેંસોની સંખ્યા 31 હજાર 238, કપડવંજ તાલુકામાં 82 હજાર 232, કઠલાલ તાલુકામાં 99 હજાર 617, ખેડા તાલુકામાં 42 હજાર 872, મહુધા તાલુકામાં 41 હજાર 953, માતર તાલુકામાં 53 હજાર 069, મહેમદાવાદ તાલુકામાં 1 લાખ 3 હજાર 153, નડિયાદ તાલુકામાં 71 હજાર 606, ઠાસરા તાલુકામાં 71 હજાર 150, વસો તાલુકામાં 19 હજાર 270 છે એમ કુલ મળીને જિલ્લામાં 61 લાખ 6 હજાર 160 ભેંસોની સંખ્યા છે.

ખેડા જિલ્લામાં ઘેટાની સંખ્યા તાલુકાવાર જોઇએ તો ગળતેશ્વર તાલુકામાં ઘેટાની સંખ્યા 891, કપડવંજ તાલુકામાં 8 હજાર 149, કઠલાલ તાલુકામાં 3 હજાર 251, ખેડા તાલુકામાં 800, મહુધા તાલુકામાં 2 હજાર 885, માતર તાલુકામાં 395, મહેમદાવાદ તાલુકામાં 1 હજાર 491, નડીયાદ તાલુકામાં 1 હજાર 610, ઠાસરા તાલુકામાં 404, વસો તાલુકામાં 220 છે એમ કુલ મળીને જિલ્લામાં 20 હજાર 096 ઘેટાની સંખ્યા છે.

ખેડા જિલ્લામાં બકરાની સંખ્યા તાલુકાવાર જોઇએ તો ગળતેશ્વર તાલુકામાં બકરાની સંખ્યા 8 હજાર 732, કપડવંજ તાલુકામાં 24 હજાર 227, કઠલાલ તાલુકામાં 9 હજાર 519, ખેડા તાલુકામાં 5 હજાર20, મહુધા તાલુકામાં 11 હજાર 556, માતર તાલુકામાં 6 હજાર 550, મહેમદાવાદ તાલુકામાં 12 હજાર 85, નડિયાદ તાલુકામાં 11 હજાર 5, ઠાસરા તાલુકામાં 9 હજાર 962, વસો તાલુકામાં 3 હજાર 632 છે એમ કુલ મળીને જિલ્લામાં 10 લાખ 2 હજાર 279 બકરાની સંખ્યા છે.

ખેડા જિલ્લામાં ડુક્કર (ભુંડ)ની સંખ્યા તાલુકાવાર જોઇએ તો નડિયાદ તાલુકામાં 13, એમ કુલ મળીને જિલ્લામાં 13 જેટલી ડુક્કર(ભુંડ)ની સંખ્યા છે. જિલ્લામાં મરઘાની સંખ્યા તાલુકાવાર જોઇએ તો ગળતેશ્વર તાલુકામાં બકરાની સંખ્યા 2 હજાર 41, કપડવંજ તાલુકામાં 27 લાખ 5 હજાર 536, કઠલાલ તાલુકામાં 73 હજાર 676, ખેડા તાલુકામાં 54 હજાર 805, મહુધા તાલુકામાં 11 લાખ 8 હજાર 269, માતર તાલુકામાં 58 હજાર 120, મહેમદાવાદ તાલુકામાં 32 લાખ 4 હજાર 634, નડિયાદ તાલુકામાં 72 લાખ 71, ઠાસરા તાલુકામાં 11 હજાર 342, વસો તાલુકામાં 6 હજાર 497 છે એમ કુલ મળીને જિલ્લામાં 1 કરોડ 66 લાખ 44 હજાર 991 જેટલી મરઘાની સંખ્યા છે.

ગળતેશ્વર તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 13 હજાર 578, કપડવંજ તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 93 હજાર 227, કઠલાલ તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 31 હજાર 802, ખેડા તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 17 હજાર 543, મહુધા તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 15 હજાર 681, માતર તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 17 હજાર 535, મહેમદાવાદ તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 26 હજાર 693, નડીયાદ તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 25 હજાર 144, ઠાસરા તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 16 હજાર 168, વસો તાલુકામાં અન્ય પશુઓની સંખ્યા 8 હજાર89 છે એમ કુલ મળીને 26 લાખ 5 હજાર 460 અન્ય પશુઓની સંખ્યા છે. તેમ નાયબ પશુપાલક નિયામક નડિયાદે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...