તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નડિયાદમાં રેલવે ટ્રેકની બંને સાઈડ જમીનમાં છુપાવેલો સવા લાખની કિંમતનો દારૂ ઝડપાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી

બુટલેગરો દારૂના વેચાણ માટે કેવા કેવા કીમીયા શોધી કાઢે છે. આ પ્રકારનો કિસ્સો આજે નડિયાદમાં સામે આવ્યો છે. નડિયાદમાં એક બુટલેગરે પોતાના રહેણાંક મકાનની બાજુમાંથી પસાર થતાં રેલવે ટ્રેકની બન્ને સાઈડે જમીનમાં ખાડો ખોદી દાટેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. એલસીબી પોલીસે દારૂનો વેપલો કરતો બુટલેગર અને જેના દ્વારા દારૂનો જથ્થો આવ્યો તે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે કુલ રૂપિયા 1 લાખ 29 હજારના દારૂ સાથે એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 34 હજાર 470નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નડિયાદ એલસીબી પોલીસે ગતરોજ બાતમીના આધારે નડિયાદ પશ્ચિમમાં પ્રશાંત કોલોનીની પાછળ આવેલ અર્બુદાનગરમાં દારૂનો વેપલો કરતા બુટલેગરને ત્યાં દરોડો પાડયો હતો. દરમિયાન બુટલેગર ધર્મેશ ઉર્ફે કાલુ તળપદા તેના ઘર આંગણેથી મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખીને તપાસ આદરતાં એક વીણીયાની થેલીમાંથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે.

પોલીસને શંકા જતાં બુટલેગર ધર્મેશ ઉર્ફે કાલુની પુછતાછ કરી હતી. જેમાં તેણે પોતાના ઘર આંગણેથી પસાર થતાં રેલવે ટ્રેકના બન્ને સાઈડે જમીનમાં ખાડો ખોદી વિદેશી દારૂના જથ્થો છુપાવ્યો હોવાનું જાણાવ્યું હતું. પોલીસે સર્ચ કરતાં રેલવે ટ્રેકની બન્ને સાઈડે જમીનમાં ખાડો ખોદી એક પીપમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેની ગણતરી કરતાં વિદેશી દારૂની જુદા જુદા માર્કાની ક્વાટર તેમજ અન્ય બોટલો મળી કુલ 995 દારૂની બોટલો કિંમત રૂપિયા 1,29,470 સાથે એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1,34,470/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જેને દારૂનો જથ્થો પહોંચાડ્યો છે તે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતો બુટલેગર મહેશ ભાવસાર સામે પણ ગુનો નોંધ્યો છે. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...