સોશિયલ મીડિયામાં વાયરલ:ગળતેશ્વર તાલુકા પંચાયતમાં 15 સભ્યોની સહીનો અવિશ્વાસની દરખાસ્તવાળો પત્ર વાયરલ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 સભ્યો મોડી સાંજે અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું

ખેડાના ગળતેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીને સંબોધી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ રહી હોવાનું લખવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત છેકે કેટલાક અસંતુષ્ટ સભ્યો આજ સાંજથી અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે, જે સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકે છે.

ગળતેશ્વર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લખેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો તરફથી પ્રમુખ તરીકે પટેલ નમ્રતાબેન રીપલભાઈ સુકાન સંભાળે છે. જ્યારથી તેઓએ સુકાન સંભાળ્યું છે ત્યારથી તાલુકા પંચાયતના તમામ વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવે છે. તેમના પતિ આપખુદી થી નિર્ણય કરે છે, કોઈ પણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર ગ્રાન્ટનો વહીવટ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. 15 સભ્યોની સહી સાથેના પત્ર માં સહી કરનારા બહુમતી સભ્યો પ્રમુખના વલણથી નારાજ હોય તેઓને હોદ્દા પરથી દૂર કરવા દરખાસ્ત લાવવા માંગ કરવામાં આવી છે.

મોટા ભાગના સભ્યો નારાજ છે
આવતી કાલે શુ થાય છે, તે જોવું રહ્યું. પરંતુ મોટાભાગના સભ્યો નારાજ છે તે વાત હકીકત છે. પ્રમુખના પતિ તેમની મરજી મુજબ વહીવટ કરતા હોઈ 19 પૈકી 15 સભ્યોમાં નારાજગી છે. > અશોકભાઇ પરમાર, સભ્ય હંસાબેન ના પતિ

મારા પતિએ કોઇ વહીવટ કર્યો નથી, સત્તા હુ જ સંભાળું છુ સોશિયલ મીડિયામાં ખોટી વાતો ચાલે છે
સોશિયલ મીડિયામાં ખોટી વાતો ચાલી રહી છે. પ્રમુખ બન્યા બાદ હુ તમામ સભ્યોને સાથે રાખીને તાલુકા પંચાયત ચલાવું છું. મારા અને મારા પતિ સામે થયેલા આક્ષેપો ખોટા છે. પરિવારમાં વાસણ ખખડ્યા કરે, કાલે બધું ઠીક થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...