તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Less Than 20% Rainfall In 5 Out Of 10 Talukas In Kheda District, Now The Sons Of The Earth Are Waiting For The Return Of Clouds

ખેડૂતો ચિંતાની લાગણી:ખેડા જિલ્લામાં 10માંથી 5 તાલુકામાં 20 ટકાથી ઓછો વરસાદ, હવે ધરતીપુત્રોને મેઘાના પુનરાગમનની વાટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેઘમહેરની આશાએ ધરતીપુત્રોએ ખેતર ખેડીને તૈયાર કર્યા છે - Divya Bhaskar
મેઘમહેરની આશાએ ધરતીપુત્રોએ ખેતર ખેડીને તૈયાર કર્યા છે
  • ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા અને ઠાસરામાં 3 ટકાથી લઇ 18.72 ટકા વરસાદ, સિંચાઇ માટે પાણીની જરૂર

ખેડામાં છેલ્લે 22 જૂને કપડવંજમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં તો તે પહેલાથી વરસાદ નથી. જિલ્લામાં અંદાજિત 12થી 15 દિવસથી વરસાદ બંધ છે. ખેડામાં સિઝનનો માત્ર 21.43 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ માત્ર 176 મીમી વરસાદ પડ્યો છે. છેલ્લા પખવાડિયાથી મેઘરાજા ખેડામાં સંતાકૂકડીની રમત રમતા ખેડાના ખેડૂતો ચિંતાની લાગણી પ્રસરી છે.

તેમજ પોતાના પાકને નુકશાનનો ભય તેમને સતાવી રહ્યો છે. જિલ્લામાં અને તેમાંય ખાસ કરીને માતર અને ખેડા તાલુકામાં ડાંગરના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. ડાંગરને વોટર લવિંગ ક્રોપ્ટ તરીકે ઓળખાય છે. કારણ કે, ડાંગરના પાકને પકવવા માટે અઢળક પ્રમાણમાં પાણીની જરૂરીયાત હોય છે. વરસાદની અપેક્ષાએ જ ખેડૂતો ડાંગરનું વાવેતર કરતા હોય છે.

આ વર્ષે વરસાદનું આગમન તો વહેલા થયુ પરંતુ જિલ્લામાં બેથી ત્રણ વાર વરસાદ પડ્યા બાદ છેલ્લા પખવાડિયાથી વરસાદ બંધ થઈ ગયો છે. ત્યારે ડાંગર, બાજરી સહિતના પાકોને નુકશાનની ભીંતી છે. પરીણામે વરસાદના વાદળને બદલે ખેડૂતો માટે ચિંતાના વાદળ માથે ઘેરાયા છે. જો કે, ચરોતર પ્રશાસન દ્વારા અઠવાડિયા પહેલા જ વણાકબોરી ડેમનું પાણી છોડવામાં આવ્યુ છે.

જેથી કેનાલોમાં પાણી પહોંચાડાતા ખેડૂતોને ઓછી મુશ્કેલી પડશે. જિલ્લામાં તાલુકાવાર વરસાદના આંક જોતા ગળતેશ્વરમાં 4.94 ટકા, કપડવંજમાં 18.72 ટકા, કઠલાલમાં 14.7 ટકા, ખેડામાં 39.35, મહેમદાવાદમાં 35.76, મહુધામાં 17.03, માતરમાં 31.79, નડિયાદમાં 24.41, ઠાસરામાં 3.02 અને વસોમાં 28.77 ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતો હજુ વધુ સારા વરસાદની વાટે છે.

ખેડામાં 30 હજાર હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર
ખેડા જિલ્લામાં આ વર્ષે ચોમાસુ પાકની 29,969 હેક્ટર જમીનમાં વાવણી થઈ છે. તેમાં ડાંગરની તો હજુ સુધી માત્ર 1195 હેક્ટરમાં, જ્યારે 3429 હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર કરાયુ છે. ઉપરાંત 5048 હેક્ટરમાં ઘાસચારાની વા‌વણી કરાઈ છે. ઉપરાંત 4926 હેક્ટરમાં શાકભાજીનું અને 7767 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ છે.

72 ટકા સિંચાઈ માટે કેનાલો ઉપલબ્ધ
વરસાદ અને પાણીના અભાવે ડાંગર, બાજરી, કેળ અને ઘાસચારા સહિતના વાવેતરને નુકશાનની શક્યતાઓ રહેલી છે. પરંતુ જિલ્લામાં 72 ટકા સિંચાઈ માટે કેનાલો ઉપલબ્ધ છે. આગામી 15 દિવસ સુધી વરસાદ ન આવે, તો પણ કુવા અને કેનાલના પાણીના માધ્યમથી મહત્તમ ખેડૂતો ખેતી કરી શકશે. વરસાદ કે પાણીના અભાવે ચોમાસાની ઋતુમાં ડાંગર જે વોટર લિવિંગ ક્રોપ્ટ તરીકે ઓળખાય છે, તેના પાકને નુકસાનની શક્યતાઓ હોય છે. જ્યારે કેળના પાકને દર અઠવાડિયે પાણી પૂરુ પાડવાનું હોય છે, તેની પણ નુકાશાનની શક્યતાઓ છે. - એ. આર. સોનારા, ખેતીવાડી અધિકારી

તાલુકાવાર સિઝનનો કુલ વરસાદ

ખેડા જિલ્લોઆણંદ જિલ્લો
તાલુકોવરસાદ(મીમી)તાલુકોવરસાદ(મીમી)
ગ‌ળતેશ્વર40આણંદ468
કપડવંજ175આંકલાવ167
કઠલાલ125બોરસદ169
ખેડા304ખંભાત228
મહેમદાવાદ261પેટલાદ169
મહુધા148સોજિત્રા218
માતર245તારાપુર139
નડિયાદ206ઉમરેઠ64
ઠાસરા24આણંદ જિલ્લાનો સરેરાશ 203 મીમી, 26.56 ટકા
વસો231
અન્ય સમાચારો પણ છે...