તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નડિયાદમાં સાફસફાઇ મુદ્દે COની બેદરકારી અંગે કાનૂની નોટીસ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતોષકારક જવાબ નહીં મળે તો દાવો કરવાની ચીમકી

નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર સામે અનેક સંકટ તોળાઈ રહ્યા છે. શહેરમાં અનેક મુદ્દે વિપક્ષે તેમને આડે હાથ લીધા બાદ હવે જાગૃત નાગરીકોએ તેમની સામે બાંયો ચઢાવી છે. જે અંતર્ગત શહેરના એક વકીલે ચીફ ઓફિસરને લીગલ નોટીસ ફટકારી અનેક મુદ્દે ખુલાસા માંગ્યા છે અને કેટલીય બાબતોને લઈ તેમની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા કર્યા છે.

શહેરના જાગૃત વકીલ દેવાંગ ઠાકરે નડિયાદ ચીફ ઓફિસરને આપેલી લીગલ નોટીસમાં જણાવ્યુ છે કે, નડિયાદને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા પાછળ પાલિકાનો ભ્રષ્ટાચાર, ચીફ ઓફિસરની બેદરકારી, મૂર્ખામીભર્યો વહીવટ જવાબદાર છે. શહેરમાં સફાઈનું કામ થતુ નથી અને પરીણામે મોટાભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ છે.

દેવાંગભાઈએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, સફાઈ કોન્ટ્રાક્ટરો પર ચીફ ઓફિસરનો કોઈ કન્ટ્રોલ નથી. નડિયાદ શહેરીજનો વાર્ષિક સફાઈ માટે 60 લાખથી વધારે રકમ ખર્ચે છે. ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારમાં લીપ્ત હોવાના આક્ષેપ થવા છતાં નઘરોળ બનીને તેને ધ્યાને ન લેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વોર્ડ નં. 5ના વિસ્તારોમાં પાલિકાનું ઓરમાયું વર્તન
વોર્ડ નં. 5ના સામાજીક કાર્યકર મેમુનાબેન કાપડીયાએ ડે. કલેક્ટરની કૉર્ટમાં ફરીયાદ આપી છે, જેમાં જણાવ્યુ છે કે, તેમના વિસ્તારમાં પૂરતી સાફસફાઇ કરવામાં આવતી નથી અને આ વિસ્તારના લોકો સાથે ઇરાદાપૂર્વક ઓરમાયું વર્તન કરવામાં આવે છે. તેમણે ચીફ ઓફિસર વિરુદ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 133 અન્વયે ન્યુસન્સની ફરીયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...