પ્રારંભ:ખેડા જિલ્લામાં PCV વેક્સિનનો પ્રારંભ, 1 વર્ષ સુધીના બાળકોને વેક્સિન અપાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શરૂઆત કરાઈ

રાજ્યમાં PCV વેક્સિનનો આરંભ થયો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુર ખાતેથી આ વેક્સિનેશનનો પ્રારંભ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમનો ખેડા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરે શરૂઆત કરી છે.

જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ આજે અર્બન હેલ્થ સેન્ટર ખાતે PCV વેક્સિનની ખેડા જીલ્લામાં શરૂઆત કરવામાં આવી છે. જેમાં 1 વર્ષ સુધીના બાળકોને PCV વેક્સિન આપવામાં આવશે.

આ તબક્કે જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, બાળમરણનું બીજું મુખ્ય કારણ ન્યુમોનિયા છે. જેનાથી દેશમાં દર વર્ષે 17 ટકા જેટલા બાળકોનું મૃત્યુ થાય છે માટે બાળકોના સારા ભવિષ્ય માટે દેશના વડાપ્રધાને આ કાર્ય આગળ ધપાવ્યું છે.

આ વેક્સિનનો ચાર્જ રૂપિયા 3 હજાર 500 છે, પરંતુ સરકાર દ્વારા આ વેક્સિન નિશુલ્ક આપવામાં આવી રહી છે. આ રસીનો પ્રથમ ડોઝ દોઢ મહીને, બીજો ડોઝ સાડા ત્રણ મહીને, ત્રીજો ડોઝ નવ મહીને આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટરે સૌ માતા બહેનોને અપીલ કરતા જણાવ્યું છે કે, પોતાના બાળકને અવશ્ય આ રસી મુકાવે અને ન્યુમોનિયા જેવી બીમારીથી રક્ષણ મેળવે.

અન્ય સમાચારો પણ છે...