તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડાના વાતાવારમાં પલ્ટો:મોડી રાત્રે કપડવંજ, ગળતેશ્વર અને ઠાસરામાં વરસાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ કપડવંજમાં 17 મીમી ખાબક્યો

ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટાભેર પવન ફુંકાઈને કેટલાય તાલુકાઓમાં વરસાદનું પુન: આગમન થયુ છે. તેમાંય ખાસ કરીને કપડવંજમાં ધીમી ધારે શરૂ થયા બાદ વરસાદનું પ્રમાણ વધ્યુ હતુ. ગળતેશ્વર અને ઠાસરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડાના કેટલાંક તાલુકામાં આજે વરસાદનું પુન: આગમન થયુ છે. કપડવંજમાં પવનના સૂંસવાટા સાથે વરસાદી ઝાપટું પડતા 13 મીમીથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્રણેક દિવસ સુધી વરસાદ બંધ રહ્યા બાદ આજે અચાનક સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવનની શરૂઆત થઈ અને ઠેર-ઠેર જમાવટ કરી હતી. આસપાસના તાલુકામાં વરસાદી ઝાપટાને કારણે નડિયાદના અન્ય તાલુકામાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. મોડી સાંજે નડિયાદના આકાશમાં પણ વીજળીના ચમકારા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...