ક્રાઈમ:નડિયાદમાં બાઇક મૂકવાને લઇને મોડી રાત્રે જૂથ અથડામણઃ 5ને ઇજા

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છરા સાથે ટોળાંનો હુમલોઃ પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતી કાબુમાં લીધી

નડિયાદના કસાઇવાડાના ચોકમાં શુક્રવારે રાત્રે ચોકમાં બેસવાને લઇને બે જૂથ સામસામે આવી ગયા બાદ ભારે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ સ્થિતીને કાબુમાં લીધી હતી. નડિયાદના કસાઇવાડામાં શુક્રવારે રાત્રે ચોકમાં બેસવાને લઇને બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. શહેરના કસાઇવાડા ચોકમાં રહેતા સબ્બીર ઉર્ફે લંબી સદ્દામ સલીમભાઇ મોટાના પોતાના માસીના ઘરે ગયા હતા. માસીને મળીને તેઓ પરત ઘરે આવતાં ચોકમાં બેઠેલા પોતાના મિત્રો સાથે ઉભા રહ્યા હતા. આ સમયે નજીકમાં રહેતી રફીક કુરેશી ત્યાં આવ્યો હતો.

તેણે સબ્બીરભાઇને અપશબ્દો બોલી, મારા ઘર નજીક બાઇક મૂકવાની નહીં તેમ કહી ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ સમયે કસાઇ ચોક તરફથી ટોળું મોહોલ્લા ચોક તરફ આવ્યું હતું અને ટોળાંએ પથ્થર મારો કર્યો હતો. જેને લઇને ભારે નાસભાગ મચી હતી. લાકડીઓથી માર મારવાની સાથે સાથે ઘર ઉપર પણ પથ્થરમારો કરીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ મામલાની જાણ નડિયાદ પોલીસને થતાં ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ટોળાંને વિખેરીને સ્થિતીને કાબુમાં લીધી હતી. નડિયાદ ટાઉન પોલીસે 20 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

છરાથી હુમલો
અથડામણમાં રફીક કુરેશી લોખંડનો છરો લઇને આવ્યો હતો. આ છરો તેણે સબ્બીરને મારવા ઉગામ્યો હતો. જોકે સબ્બીરે વચ્ચે હાથ નાખતાં તેને અંગુઠા પાસે છરાનો ઘા વાગી ગયો હતો. લોખંડના છરા અને લાકડીઓથી માર મારવામાં આવતાં 5 થી વધુ લોકોને ઇજા થઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...