તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:છેલ્લા એક સપ્તાહમાં નડિયાદ શહેરમાં ડેન્‍ગ્‍યુના 3 અને અન્ય તાલુકામાંથી 10 કેસો મળી આવતાં ફફડાટ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં મચ્છર જન્ય રોગનો પગપેસારો થતાં જીલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ

ખેડા જિલ્લામાં મચ્છર જન્ય રોગનો ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોરોના, કોલેરા બાદ વધુ એક પડકાર આરોગ્ય તંત્ર સામે આવતાં આ વિભાગે આવા રોગોને નાથવા કમરકસી છે. તો વળી છેલ્લા એક સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના કેસોનો નોંધપાત્ર વધારો થતાં જીલ્લા સમાહર્તાએ તાકીદે આ અંગે બેઠક બોલાવી છે. કલેકટરે આ અંગે તાત્કાલિક બેઠક બોલાવી જનજાગૃતિ કેળવી રોગ નિયંત્રણ કામગીરીમાં જનસમુદાયની સહ ભાગીદારી નોંધાય તેવી પ્રવૃતિઓ હાથ ધરાય તેમ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા ભારપૂર્વક જણાવવામાં આવ્‍યું હતુ.

સમગ્ર ગુજરાતમાં અનિયમિત વરસાદી વાતાવરણને કારણે ડેન્‍ગ્‍યુ, ચીકનગુનિયા તથા મેલેરીયાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં ખેડા જિલ્‍લામાં છેલ્‍લા અઠવાડીયામાં નડિયાદ શહેરી વિસ્‍તાર 3 કેસ તથા અન્‍ય તાલુકાના આજુબાજુના ગામોમાં 10 ડેન્‍ગ્‍યુના કેસ જાહેર થયેલ છે. આ સંદર્ભે કલેકટરે કે.એલ. બચાણીએ તાકીદ સંચારી રોગ અંગેની મીટીંગ બોલાવી હતી. જેમાં રોગ નિયંત્રણ માટે જનસમુદાયને સાથ સહકાર મેળવી રોગ નિયંત્રણ કામગીરી માટે સુચનો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત દર રવિવારે સવારે 10 કલાકે 10 મીનીટ ફાળવી પોતાના ઘરની આજુબાજુની 10 મીટરની ત્રિજયામાં પાણીના સંગ્રહસ્‍થાનોની ચકાસણી કરી પોરાનો નાશ કરવા દરેક સમાજના દરેક વ્‍યકિત ધ્‍વારા પ્રવૃતિ હાથ ધરાય તેવો સંદેશ પહોંચાડયો છે. જણાવ્‍યું. જન સમુદાયમાં ડેન્‍ગ્‍યુ રોગ વહન બાબત જાણકારી વિવિધ માધ્‍યમ ધ્‍વારા પ્રદર્શિત કરવા જણાવાયું હતુ.

ડેન્‍ગ્‍યુ રોગ એડીસ મચ્‍છર દ્વારા જ ફેલાય છે. જે મચ્‍છર ઘર વપરાશના ચોખ્‍ખા અને બંધિયાર પાણીમાં જ ઉત્‍પન્‍ન થાય છે. જેથી ઘરના તમામ પાણીના પાત્રો, પક્ષીકુંજ, કુલર, ફુલદાનીનું જનસમુદાય પોતાના ધ્‍વારા જ ચકાસણી કરી પોરાનો નાશ કરે તેવી જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારીના અભિગમ મુજબ જનજાગૃતિ કેળવી રોગ નિયંત્રણ કામગીરીમાં જનસમુદાયની સહ ભાગીદારી નોંધાય તેવી પ્રવૃતિઓ હાથ ધરાય તેવુ ભારપૂર્વક જણાવવામાં આવ્‍યું છે.

સાથોસાથ જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ધ્‍વારા અઠવાડીક કામગીરી સર્વેલન્‍સ માટે આજુબાજુના તાલુકામાંથી 30 જેટલા કર્મચારીઓ ડેપ્યુટ કરવામાં આવેલ છે. તેમજ 51 જેટલા વેકટર કંટ્રોલ ટીમની ફાળવણી કરવામાં આવેલ છે. જેઓ ધ્‍વારા ડેન્‍ગ્‍યુ કેસ જાહેર થયેલા વિસ્‍તારમાં સમય મર્યાદામાં ફોગીંગની કામગીરી સહિતના તમામ નિયંત્રણ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...