લેન્ડગ્રેબિગ:કઠલાલના ગંગાદાસના મુવાડામા જમીન પચાવી પાડવાના કારસામા ત્રણ સગા ભાઈઓ સામે લેન્ડગ્રેબિગની ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનના મૂળ માલિકે કોરોના કાળમા ખેતી લાયક જમીનથી અળગા રહેતા ભૂમાફિયાઓએ કબ્જો જમાવ્યો હતો
  • કઠલાલ પોલીસે ફરિયાદના આધારે લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કઠલાલ તાલુકાના ગંગાદાસનામુવાડામાં જમીન પચાવી પાડવાના કાર સામે ત્રણ સગાભાઇઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિગની ફરિયાદ કઠલાલ પોલીસમાં નોંધાઇ જવા પામી છે. આ ત્રણેય લોકોએ કોરોના કાળનો સમયનો લાભ લઇ જમીન ઉપર મૂળ માલિકની જાણ બહાર કબ્જો જમાવ્યો હતો.

અમદાવાદના નિકોલ ખાતે રહેતા મુકેશકુમાર પ્રગાજીભાઈ ડોબરીયાની માતાએ વર્ષો અગાઉ કઠલાલ તાલુકાના ગંગાદાસના મુવાડા ખાતે આવેલી સીમ ખાતા નંબર 166 સર્વે નંબર 43 ક્ષેત્રફળ 0-20-23 વાળી જમીન વેચાણ દસ્તાવેજથી વેચાણ લીધેલ હતી. જમીન પર વારસાઈ હકથી મુકેશકુમાર તથા તેમની બે બહેનો ના નામ પણ દાખલ કરેલા હતા અને મુકેશકુમાર તેઓની આ ખેતીલાયક જમીન ઉપરથી ખેત ઉપજ મેળવતા હતા.

ગયા વર્ષે કોરોના મહામારીના કારણે મુકેશકુમારે પોતાના ખેતરમાં આવવા જવાનું બંધ કર્યું હતું. આ તકનો લાભ લઇ ગંગાદાસના મુવાડા ગામના રમેશ દેસાઈભાઈ ચૌહાણ, કનુ દેસાઈભાઈ ચૌહાણ અને પૂનમ દેસાઈભાઈ ચૌહાણે ઉપરોક્ત મુકેશકુમારની જમીન પર કબજો જમાવ્યો હતો. થોડા માસ અગાઉ મુકેશકુમાર પોતાના મિત્ર સાથે અહીંયા આવતા આ વાતની જાણ થઈ હતી.

આ સમયે જમીન કબજેદારઓએ જણાવેલું કે, આ જમીનમાં તમારે આવવાનુ નહીં આ જમીન અમારી છે. જેથી મુકેશકુમારે તમારી પાસે આ જમીનનું કોઈ લખાણ હોય તો મને બતાવો તેમ કહ્યું હતું તેથી જમીન કબ્જેદારોએ લખાણ બતાવ્યું હતું. જોકે, આ લખાણ‌ જમીન અંગેનુ નહોતુ. તેથી મુકેશકુમારે જમીન પર કબ્જો છોડવા કબજેદારોને કહેતા તે એકદમ ગુસ્સે થઈ શબ્દો બોલવા લાગ્યા હતા અને ધાક ધમકી આપતા હતા.

આ સમગ્ર મામલે મુકેશકુમારે ખેડા કલેક્ટરને અરજી આપતા આ અરજી ચાલી જતાં કસૂરવાર આરોપીઓ સામે લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા મુકેશકુમાર આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસમાં ઉપરોક્ત ત્રણેય કબજેદારો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડગ્રેબિગ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...