તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદના ડભાણ નજીકની જમીનનો વિવાદ ફરી વકર્યો, ભાડુઆતે મળતીયાઓ સાથે હોટલમાં તોડફોડ કર્યાની ફરિયાદ

નડિયાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

નડિયાદના ડભાણ નજીક હોટલની જમીનનો વિવાદ ફરી વકર્યો છે. પેટ્રોલ પંપ માટે જમીન ભાડે આપ્યા બાદ, હોટલ માલિક ફરી ગયો હતો. જે મામલે ડિસેમ્બર 2020 માં મારામારી થઇ હતી અને જે તે સમયે હોટલના માલિક સામે ફરિયાદ નોંધી હતી. હવે આ મામલે જમીન ભાડે રાખનાર ભાડુઆતે તેના મળતીયાઓ પાસે હોટલમાં તોડફોડ કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદના ડભાણ પાસે ને.હા. 8 પર આવેલી હોટલની બાજુમાં બિલોદરામાં રહેતા નૈનેશ પટેલે પેટ્રોલ પંપ બનાવવા માટે હોટલની બાજુની જમીન રૂ.40 હજારના ભાડે 32 વર્ષ અને 11 માસના ભાડા પટ્ટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ, હોટલના માલિક જશવંતસીંગ સરદારે પેટ્રોલ પંપની જગ્યામાં બનાવવામાં આવેલી દિવાલ તોડી નાખી હતી અને જે તે સમયે નૈનેશભાઇ પર હુમલો પણ કર્યો હતો. જોકે, 23 મી ડિસેમ્બર 2020 ની આ અંગે જશવંતસીંગ સરદારે નડિયાદ રૂરલ પોલીસ મથકે નૈનેશ પટેલ, નિતીભાઇ પટેલ, ભરત ભરવાડ તથા માડણભાઇ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આ શખસોએ હોટલમાં ભારે તોડફોડ કરી, નુકસાન કર્યું તથા તેમના કારીગરોને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો