હત્યા:ખેડાના લાલી ગામમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાતા ચકચાર

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો

ખેડાના લાલી ગામમાં સીમ વિસ્તારમાંથી 55 વર્ષના ઇસમની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે મરણજનારના પુત્રની ફરિયાદ આધારે ગામમાં દારૂનો વેપલો કરતા એક ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા તાલુકાના લાલી ગામમાં રહેતા 55 વર્ષીય અશોક શકરાજી ઠાકોરની ગઈકાલે ઉત્તરાયણના દિવસે ગામની સીમમાંથી માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. અશોકભાઈ ખેતરમાં લાકડાં કાપવા માટે ગયા હતા મોડા સુધી ઘરે ન આવતા તેમના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ગોવિંદભાઈ પટેલના ખેતરમાંથી અશોકભાઈની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ ખેડા પોલીસને કરવામાં આવતા ખેડા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર ચિરાગ અશોકભાઈ ઠાકોરની ફરિયાદના આધારે ગામમાં રહેતા રમણભાઇ પારસંગભાઈ રાવળની સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. આ આપેલી ફરિયાદમાં ચિરાગભાઈ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના પિતા અશોકભાઈ દારૂ પિવાની ટેવવાળા હતા અને રમણભાઈ દારૂ વેચતા હતા દારૂ બાબતે આ બંને વચ્ચે ઝઘડો થયો હશે અને રમણભાઈ રાવળ એ અશોકભાઈની હત્યા કરી હોવાનું શક્યતા સેવી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...