બુટલેગરો બેફામ:ઠાસરાના મુગટપુરા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપાઇ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર વેરામાં પડતાં ચાલક ઘવાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીના બનાવો વધી રહ્યા છે. ઠાસરા તાલુકાના મુગટપુરા નજીકથી ઈંગ્લિશ દારૂ ભરેલી કારને ઝડપી લેવામાં આવી છે. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતાં કાર વેરામાં પડતાં ચાલક ઘવાયો હતો. જ્યારે કારને પણ નુકસાન થયું હતું. પોલીસે 1 લાખ 49 હજારનો ઈંગ્લિશ દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ડાકોર પોલીસના માણસોએ આજે પોતાના હદ વિસ્તારમાંથી પસાર થતી સ્વીફ્ટ કાર નં. (GJ18 BN 7618)નો પીછો કર્યો હતો. દરમિયાન આ કાર ચાલકે પોતાની કાર લાડવેલ તરફ વાળી દીધી હતી. પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને ઉપરોક્ત કારને મુગટપુરા પાસેથી પકડી પાડી હતી. જોકે ચાલક હબતાઈ જતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ગામ નજીક કાર રોડની સાઈડમાં આવેલ વેરામાં પડી હતી. જેના કારણે કાર ચાલક ઘવાયો હતો. જ્યારે કારને પણ નુકશાન પહોંચ્યું હતું.

પોલીસે કારમાંથી વિસ્કીની 298 -બોટલ રૂપિયા 1 લાખ 49 હજાર તથા કાર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાર ચાલક પ્રવિણ ઉર્ફે કેસાજી રવજી ખેરજી (રહે. મહેસાણા)ને ડાકોર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી તેના વિરુદ્ધ ગુનો નોધી આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે. સાથે કારને ટોઈંગ કરી ડાકોર પોલિસ સ્ટેશને લાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...