તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ વોર્ડ નં.2:રસ્તા-લાઇટનો અભાવ તો ખરો પણ પ્રદૂષણની રાક્ષસી સમસ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ પાલિકાના વોર્ડ નં.2માં રખડતી ગાયોને કારણે રહિશોને પારાવાર હાલકી ભોગવવી પડી રહી છે. - Divya Bhaskar
નડિયાદ પાલિકાના વોર્ડ નં.2માં રખડતી ગાયોને કારણે રહિશોને પારાવાર હાલકી ભોગવવી પડી રહી છે.
  • જીઆઈડીસીના પ્રદુષણથી ત્રસ્ત વોર્ડવાસીઓનું કોઇ સાંભળતું નથી

નડિયાદ શહેરના વોર્ડ નં.2 એટલે મીલ રોડ અને આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે. એક સમયે આ વિસ્તારના જાહોજલાલી હતી. મફતલાલ મીલના સુવર્ણયુગ સમયે અહીં 24 કલાક રસ્તો ધમધમતો હતો. આ ઉપરાંત મહેમદાવાદ તરફ જતા આ રસ્તા પર જીઆઈડીસી પણ આવેલી છે. જોકે, આ વિસ્તારની હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

અહીં ગટરના પાણી ઉભરાવવા, સફાઇ માટેનો અભાવ, રસ્તા બાબતે હજુ પણ પુરતા કામ થયાં નથી. રસ્તા પર બમ્પના અભાવે બેફામ દોડતા વાહનો અને લાઇટની કાયમી સમસ્યા છે. આ વોર્ડ નજીક જીઆઈડીસી આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર ઉપરાંત પ્રદુષણની મોટી સમસ્યા છે. કેમિકલવાળા પીપ સળગાવવાના કારણે રહિશો ઘણી વખત ગુંગળામણ અનુભવે છે. તેમજ વિસ્તારના માર્ગો પર ગાયોનો અડીંગો સમસ્યા રૂપ છે. આ અંગે અનેક રજુઆત છતાં આ મામલે કોઇ જ કાયમી પગલાં ભરવામાં આવ્યાં નથી.

વોર્ડ નં-2 ની મુખ્ય સમસ્યા પર એક નજર

  • ગટરના પાણી ઉભરાવવાની કાયમી સમસ્યા.
  • સફાઇ માટે કોઇ જ આવતું ન હોવાથી રોષ.
  • અનેક સોસાયટી વિસ્તારમાં હજુ પણ રસ્તાનો અભાવ.
  • અસામાજીક તત્વોના ત્રાસથી ગરીબ અને મધ્યવર્ગના પરિવારો ત્રસ્ત.
  • મુખ્ય રસ્તા પર બમ્પ ન હોવાથી પુરપાટ ઝડપે જતા વાહનોથી અકસ્માતનો ભય.
  • સાંજ પડતાં જ રસ્તા વચ્ચે ગોઠવાતી ગાયો.

સ્થાનિક રહિશો શું કહે છે?
ગંકદી-ટ્રાફિકની સમસ્યા
વોર્ડમાં સફાઇનો સદંતર અભાવ જોવા મળે છે. મજુર ગામ પાસે નવી મીલ જતા કચરાના ઢગલા, ટ્રાફિક દબાણની સમસ્યા છે. રજુઆત છતાં કોઇ સાંભળતું નથી. - મહેશ દેસાઇ, નડિયાદ.

સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે
વોર્ડમાં રોડ પર સાફ – સફાઇ કરવામાં આવતી નથી. ગટર લાઇન નથી. સ્ટ્રીટ લાઇટ મોટા ભાગે બંધ હોય છે. પીવાનું પાણી પુરતા પ્રમાણમાં આવતું નથી. -અશોકભાઈ તળપદા, નડિયાદ.

પ્રદૂષણની ગંભીર સમસ્યા
જીઆઈડીસીમાં ઘણી વખત કેમિકલવાળા પીપ સળગાવવામાં આવે છે. જેને કારણે પ્રદુષણથી પરેશાન છીએ. આ અંગે રજુઆત કરવા છતાં કોઇ સુધારો થતો નથી. - રવિભાઈ વાઘેલા, નડિયાદ.

વોર્ડમાં ગાયોનો ત્રાસ
મજુર ગામ વિસ્તારમાં કચરા પેટી નથી, ચોમાસામાં પાણી ભરાઇ જાય છે. મજુર ગામના મંદિર પાસે જ ગાયોના ઝુંડ હોય છે. દર્શન માટે જવુ મુશ્કેલ બને છે. - બાબુભાઇ વણકર, મજુર ગામ

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
વિવિધ કામો કર્યા છે

વોર્ડમાં રસ્તા, બ્લોક, ગટર લાઇનના કામો કરવામાં આવ્યા છે. શૌચાલય પણ બનાવવામાં આવ્યાં છે. સફાઇ માટે પાલિકા દ્વારા કર્મચારી મુકાયાં છે. - મહેશભાઈ દેસાઇ, કાઉન્સીલર.

કામો પૂર્ણ કરાયા છે
અનેક સોસાયટીમાં રસ્તા બનાવ્યા છે. વનમાળી, નાના વગા વિસ્તારમાં સીસી રસ્તા બન્યાં છે. સફાઈ કરાય છે. જ્યારે દબાણના પ્રશ્ને સીઓને રજુઆત કરી છે. -સુમનબહેન યાદવ, કાઉન્સીલર.

વિકાસના કામો થયા છે
વોર્ડમાં વિકાસના કામો થયાં છે. રસ્તા બનાવ્યા છે. મુખ્ય રસ્તા પર રોજ સફાઇ થાય છે. દબાણ મુદ્દે નોટીસ આપી છે. અસામાજીક તત્વો બાબતે કોઇ ફરિયાદ મળી નથી. - બકુલ રબારી, કાઉન્સીલર.

રસ્તા-ગટર કરી છે
જીઆઈડીસી વિસ્તાર અલગ છે. તેનું સંચાલન પાલિકામાં નથી. ધારાસભ્યના સહકારથી રસ્તા અને બ્લોકના કામો થયા છે. ગટર લાઇન પણ નાંખી છે. - ઉર્મિલાબહેન યાદવ, કાઉન્સીલર.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો