રોગચાળો:ખેડા જિલ્લામાં વર્ષ દરમ્યાન મેલેરિયા-16 અને 7 ડેન્ગ્યુ કેસ, કુલ 4,50,277 લોહીના નમુનાની લેબોરેટરી તપાસ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ખેડા જિલ્લામાં વરસ 2020માં કુલ 4,50,277 લોહીના નમુનાની લેબોરેટરી ચકાસણી કરતાં કુલ 16 મેલેરીયા પોઝીટીવ કેસો જાહેર થયા છે. જે પૈકી એક પણ ઝેરી (પી. ફાલ્‍સીપેરમ) મેલેરીયાનો કેસ ન નોંધાતા હાશકારો અનુભવ્યો હતો. ડેન્‍ગ્‍યુ નિયંત્રણ અન્‍વયે કુલ–307 સીરમ સેમ્‍પલની ચકાસણી કરતા કુલ–07 ડેન્‍ગ્‍યુ પોઝીટીવ કેસો જાહેર થયા હતાં અને એકપણ ડેન્‍ગ્‍યુથી મરણ નોંધાયેલા નથી. ચીકનગુન્‍યા અન્‍વયે કુલ 63 સીરમ સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 04 ચીકનગુનિયા પોઝીટીવ કેસો જાહેર થયાં હતાં.

આ અંગે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પોઝીટીવ કેસો ધરાવતા વિસ્તારમાં સર્વેલન્સ સાથે નિયમિત ફોગીંગ કામગીરી તથા પોરાનાશક કામગીરી ઘનિષ્‍ઠ રીતે હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 2019માં જાહેર થયેલા મેલેરીયા પોઝીટીવ કેસો તથા સગર્ભા બહેનોની નોંધાયેલી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખી સરકારની માર્ગદર્શિકા અન્વયે કુલ-55,500 લાંબાગાળા માટે દવાની અસર ધરાવતી એલએલઆઇએન મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જનસમુદાયની 1,19,418 મચ્છરદાની દવાયુકત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...