તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવ:ડાકોર બન્યું કૃષ્ણમય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કી, 2 લાખ શ્રદ્ધાળુનો સાગર

નડિયાદ25 દિવસ પહેલા
  • સવારે ભગવાનને અભ્યંગ સ્નાન કરાયું

સમગ્ર સૃષ્ટિ ના પાલનહાર રાજા રણછોડનો જન્મદિવસ એક વર્ષ બાદ યાત્રાધામ ડાકોરમાં ફરી ધામધૂમ પૂર્વક ઉજવાયો. ગત વર્ષે કોરોનાને કારણે જન્મોત્સવમાં ભાગ ન લઈ શકેલા ભક્તોએ આ વર્ષે ઉત્સાહ પુર્વક જન્મોત્સવની ઉજવણી કરી. જેના પગલે સમગ્ર મંદિર રાજા રણછોડના જયનાદ થી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે બરાબર 12 વાગ્યે ઠાકોરજીને કંકુ તિલક કરી જન્મોત્સવની શરૂઆત થઈ. સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી.

જે બાદ ભગવાનને અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું જેમાં ચંદન, આમળા, અરીઠા, કેસર અને પંચામૃત મિશ્ર કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ નિમિત્તે ભગવાને ચુંદડીયા વસ્ત્રો ધારણ કર્યા હતા, તેમજ કલાત્મક આભૂષણો ધારણ કર્યા હતા. સાથે સવા લાખનો મુગટ ધારણ કર્યા બાદ ભગવાનના અલૌકિક સ્વરૂપ ના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. મહત્વની બાબત છેકે રાત્રે 12 થી 1 વાગ્યાના ગાળામાં 15 હજાર જેટલા ભક્તોએ 200-200 ના જુથમાં રાજા રણછોડના દર્શન કર્યા હતા.શણગાર આરતી બાદ ઠાકોરજી ના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ને સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યા હતા. ભગવાનને પારણે ઝુલાવવા માટે ભક્તો જાણે કે અધીરા બન્યા હતા. ગત વર્ષે જન્મોત્સવની ઉજવણી માં ભાગ ન લઈ શકનારા ભક્તો આ વર્ષે મોટી સંખ્યા માં ડાકોર ખાતે ઉમટ્યા હતા.

રવિવાર અને સોમવાર કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે 2 લાખ ભક્તોએ રાજા રણછોડના દર્શન કર્યા હતા. શહેરની ગલીએ ગલીઓમાં ભક્તોના મુખે માત્ર એક જ નામ હતુ, ‘જય રણછોડ માખણ ચોર’ મધ્ય રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ ની સાથે સમગ્ર ડાકોર ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારિકાનો નાથ ડાકોર ખાતે પધાર્યા હતા.આજે જન્માષ્ટમી પાવન પર્વની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરાઈ રહી છે. ભગવાનને અવનવા આભૂષણોથી સજ્જ કરાયા છે. આજે બરોબર 12ના ટકોરે જન્મોત્સવના વધામણાં કરાશે. આ પહેલા ભજનોની રમઝટ સહિત નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કીના નાદ સાથે વાતાવરણ ચારેય કોરથી ગૂંજી ઉઠશે. આજે રણછોડજી સોનાના શંખ, ચક્ર અને પદ્મથી બિરાજીત કરાયા છે.

યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. તે પહેલા સવારે ભગવાનને સોનાના શંખથી અભ્યંગ સ્નાન કરાયું છે. આ સ્નાન વર્ષમાં બે વખત કરવામા આવે છે. એક જન્માષ્ટમી અને બીજી કાળી ચૌદસના દિવસે. સોમવારે સવારે આરતી થયા બાદ શ્રીજીને કંકુ તિલક કરી સોનાના શંખથી અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું છે. જેમાં શ્રીજીને મધ, પંચામૃત, આમળા તેમજ કેસરથી સ્નાન કરાવવામાં આવ્યું છે. શ્રીજીના દર્શન કરવા આજે ભકતોનુ ઘોડાપુર ડાકોર ખાતે ઉમટ્યું છે. મધરાતે શ્રીકૃષણ ભગવાનના જન્મ દિવસની ઉજવણી હોવાથી ભક્તો તેમજ સેવકો દ્વારા નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે મંદિર પરિષર ગુંજી ઉઠ્યું છે. ડાકોર આજે ગોકુળ તેમજ વૃંદાવન જેવુ ભાસી રહ્યું છે.

હવે નિત્યક્રમ મુજબ ભગવાનની સેવા પૂજા શરૂ કરી જુદા જુદા પ્રકારના સુગંધિત ફુલોથી શોભાયમાન થઈ શ્રીજીએ ભકતોને દર્શન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...