તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:વિરપુરમાં 31 પંચાયતોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા, 112 દર્દીઓને ગામમાં જ સારવાર

વિરપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વિરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે અને સાથે સાથે મરણ આંક પણ રોકેટ ગતીએ આગળ વધતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે તાલુકાના ગ્રામ્ય કક્ષાએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા ૩૧ જેટલા કોમ્યુનિટી કોવીડ સેન્ટર શરુ કરવાનુ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ બનાવેલા કોવીડ કેર સેન્ટરોની કામગીરીનુ સુપરવિઝન તેમજ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું આ સેન્ટરો ઉપર માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવે છે તેમજ સેન્ટરો ઉપર દવાનો જથ્થો, પૂરતા બેડની વ્યવસ્થા કરાઇ છે

તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત દીઠ એક કોમ્યુનિટી કોવીડ‌ કેર સેન્ટર પર ૧ મે થી ૧૧ મે સુધીમાં ૧૧૨ જેટલા કોવીડ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ‌ સારવાર લઈ ચુક્યા છે તાલુકામાં ૩૧ કોવીડ કેર સેન્ટરમાં ૩૮૫ જેટલા બેડની વ્યવસ્થા કરાઇ છે કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર થકી ગ્રામ્ય કક્ષાએ સારવાર મળી રહે તે યોજનાને વિરપુર તાલુકાના કેટલાય ગામોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...