તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નડિયાદમાં ભર બજારે આધેડ પર છરીથી હુમલો, ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં ગુરૂવારે સાંજે એક આધેડ પર ભરબજારે નજીવી તકરાર બાદ છરીથી હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. ઘવાયેલા આધેડને તેમના મિત્ર સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. નડિયાદમાં ઇમ્તિયાઝભાઇ મિરઝા (ઉ.વ.45) રીક્ષા ચલાવે છે, તેમજ ઉંટવૈધ તરીકે પણ સેવા કરે છે. ગુરૂવારે સવારે તેઓને એક યુવક મળવા આવ્યો હતો અને તેમના મામાને પાટો બાંધવાનો છે તેમ કહીને તેમને હાડગુડ લઇ ગયો હતો. જ્યાંથી પરત આવ્યા બાદ બોમ્બે રેસ્ટોરન્ટ પાસે પહોંચીને ઇમ્તિયાઝભાઇએ રીક્ષા ભાડું માંગતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને ઇમ્તિયાઝભાઇ સાથે ઝઘડો કરીને તેમને ડાબા કાનની નીચે ગરદનના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. ભરબજારે છરીથી હુમલો કરીને હુમલાખોર ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઇમ્તિયાઝભાઇને તુરંત જ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...