તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:નડિયાદના કણજરી ચોકડી પાસે અજાણ્યા ટ્રકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદના કણજરી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કોઈ અજાણ્યા ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક ડિવાઈડર સાથે અથડાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ચકલાસી પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ શહેરમાં રહેતા 43 વર્ષિય કેયુરભાઈ દાદુભાઈ પટેલ પોતે આણંદ મુકામે નોકરી કરે છે. આજે સવારે તેઓ પોતાનું બાઇક (નં. GJ-07-BJ-0632)ચલાવીને નોકરીએ જવા નીકળ્યા હતા. નડિયાદ તાલુકાના કણજરી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે કેયુરભાઈના વાહનને ટક્કર મારી હતી.

ટક્કર માર્યા બાદ આ અજાણ્યું વાહન નાસી છુટ્યું હતું. જ્યારે બાઇક ચાલક કેયુરભાઈ તેમના બાઈક સાથે ફંગોળાઈ ડિવાઇડર સાથે અથડાતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું બનાવ સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ અંગે ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...