તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:મહેમદાવાદના રાસ્કા પાસે બાઇકની ટક્કરે અજાણ્યા રાહદારીનું મોત, બાઈક ચાલક ફરાર

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેમદાવાદ પંથકમાં હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. રાસ્કા ગામ નજીક અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતાં રાહદારીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. મહેમદાવાદ પોલીસે આ ઘટના જોનાર ઈસમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામ નજીક અમદાવાદથી નેનપુર ચોકડી તરફ જતાં રસ્તા પર ગતરાત્રે હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીંયાથી પસાર થતાં અજાણ્યા રાહદારીને એક બાઇક ચાલકે અડફેટે લીધા હતા. જે બાદ આ રાહદારી અને બાઇક ચાલક બન્ને રોડ પર પટકાયા હતા. તો વાહન ઢસડાવવાનો અવાજ આવતાં આસપાસના લોકો રોડ પર દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઉપરોક્ત બાઈક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.

અકસ્માતના પગલે સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને અને 108 એમ્બ્યુલન્સને કરી હતી. 108 એમ્બ્યુલન્સના તબીબો ત્યાં પહોંચી આ રાહદારીને તપાસતાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી મહેમદાવાદ પોલીસે બનાવ જોનાર નૈશાદ કુરેશીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મરણજનાર વ્યક્તિ આશરે 45થી 50 વર્ષના આશરાનો છે અને તેના વાલી વારસોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...