તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેડા જિલ્લામાં 2 અલગ અલગ અકસ્માતના બનાવમાં 2 યુવકોના મોત

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાડવેલ-કાપડીવાવ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
 • મહેમદાવાદના રાસ્કામાં બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. વિતેલા 24 કલાક દરમિયાન બે જુદા જુદા માર્ગ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. જે અંગે હદ ધરાવતા પોલીસ મથકે ફેટલ અકસ્માતની નોંધ કરાઈ છે. કઠલાલના લાડવેલ-કાપડીવાવ રોડ પર મોટરસાયકલ પર ડીઝલ લેવા નીકળેલા યુવકનું ઈકો ગાડીની ટક્કર વાગતા મોત નીપજ્યું છે. જ્યારે મહેમદાવાદના રાસ્કામાં બાઈક સ્લીપ ખાઈ ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત નીપજ્યું છે.

કઠલાલના વિશ્વનાથપુરામાં રહેતા રાધાભાઈ પરમાર ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેમનો 35 વર્ષીય દિકરો અજીત પરમાર નજીક આવેલા પ્લાન્ટ પર મજૂરી કામ કરતા હતા. ગતરોજ અજીત પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરવા ઘરે રહ્યા હતા. પિતા પુત્ર બન્ને સવારે પોતાના ખેતરમાં ઘંઉ કાપવા ગયા હતા. દરમિયાન બપોરના સમયે અજીત ડિઝલ લેવા નજીકના પેટ્રોલપંપ પર જવા પોતાનું મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. તે સમયે ખેતરની બહારના મુખ્ય માર્ગ લાડવેલ-કાપડીવાવ રોડ પર પુરપાટે આવતી ઈકો ગાડીએ અજીતની મોટર સાયકલને ટક્કર મારી હતી . મોટરસાયકલ અને ગાડી બન્ને રોડની સાઈડની ગટરમાં ઉતરી ગયા હતા. તો વળી મોટરસાયકલ ચાલક અજીત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની જાણ રાધાભાઈને થતાં તેઓ ખેતરમાંથી દોડી રોડ પર આવી પહોંચ્યા હતા. આ અંગે તેમની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધ્યો છે. વધુમાં આ બાબતે ફરજમાં અડચણરૂપની અન્ય એક ફરિયાદ પણ દાખલ થઈ છે. જેમાં પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. મૃતકના સાસરીવાળાઓને આ અકસ્માતની જાણ થતાં તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. અને આશરે 45 વ્યક્તિઓનું ટોળાએ બનાવ સ્થળે મારામારી કરી ઈકો ગાડીના કાચ તોડી નાખી વાહનને સળગાવા પ્રયત્નો કરતાં પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે ભલા બબુજી પરમાર, બળવંત પરમાર, સુગણબેન પરમાર, વજાભાઈ પરમાર સહિત 45 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદમાં બાઈક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો છે. મહેમદાવાદના રાસ્કા ગામે રહેતા જીતુ ઝાલા ગતરોજ રાત્રિના સમયે પોતાનું મોટરસાયકલ લઈને આટો મારવા ગામ નજીક નીકળ્યા હતા. દરમિયાન અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં આગળ ઝાડ સાથે બાઈક અને ચાલક બન્ને અથડાયા હતા. આ અકસ્માતમાં ચાલક જીતુને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ જીતુનું મૃત્યુ થયું છે. આ અંગે મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો