કાર્યવાહી:ખેડાના અસામલી પોસ્ટ માસ્તરને ઉચાપતના કેસમાં 3 વર્ષની જેલ

નડિયાદ, ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિકરિંગના રૂા. 20 હજાર અંગત કામમાં વાપરી નાખ્યાં હતા

ખેડા કોર્ટે અસામલીના પોસ્ટ માસ્ટરને ઉચાપતમાં દોષિત ઠેરવી દંડ અને સજા ફટકારી છે. અસામલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તરે ખાતેદારોના પૈસા અંગત કામમાં વાપરી નાખ્યા હતા. જે અન્વયે જે તે સમયે લીંબાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારના રોજ ખેડા કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે સજા અને દંડ ફટકાર્યો છે.

આ કેસમાં મળતી માહિતી મુજબ માતર તાલુકાના અસામલી ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં પોસ્ટમાસ્તર તરીકે ફરજ દરમ્યાન મનુભાઈ ચતુરભાઇ રાઠોડે તારીખ 30.12.1996 થી 30.6.1999ના સમય દરમિયાન અલગ ગામના અલગ ખાતેદારોએ રીકરિંગ ખાતામાં પોતાના પૈસા રૂપિયા 20,450 જમા કરાવ્યા હતા. જે પૈસા આરોપીએ પોતાના અંગત કામમાં વાપરી નાખીને ઉચાપત કરી ગુનો કર્યો હતો.

આ બનાવ અંગે ફરિયાદી ગીરીશભાઈ અંબાલાલ પટેલે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.બુધવારના રોજ આ કેસ ખેડા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી આઈ મન્સૂરીની ધારદાર દલીલો અને દસ્તાવેજોના આધારે ખેડા કોર્ટે આરોપી ને ત્રણ વર્ષ ની સાદી કેદની સજા અને રૂ.5 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. અને જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...