તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ખેડામાં 10 દિવસમાં જ કોરોનાના કેસમાં 45%નો ઉછાળો

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર બહાર 108ની સાથે સાથે ખાનગી વાહનોમાં પણ લોકો સારવાર માટે આવી રહ્યા છે. લાંબુ વેઇટીંગ હોવાને કારણે હવે વાહન ચાલકો પોતાની સાથે ઓક્સિજન લઇને આવતા નજરે પડી રહ્યા છે. - Divya Bhaskar
નડિયાદ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર બહાર 108ની સાથે સાથે ખાનગી વાહનોમાં પણ લોકો સારવાર માટે આવી રહ્યા છે. લાંબુ વેઇટીંગ હોવાને કારણે હવે વાહન ચાલકો પોતાની સાથે ઓક્સિજન લઇને આવતા નજરે પડી રહ્યા છે.
 • ખેડા જિલ્લામાં રેકોર્ડ બ્રેક 199 પોઝિટીવ કેસ સામે માત્ર 151 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

ખેડા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી 100થી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે જે ઘટવાનું લેતા નથી. સતત કોરોના નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. જેમાં પણ નડિયાદ શહેર અને તાલુકાના સૌથી વધુ કેસ નોંધાય છે. જેમાં બાળકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે અને યુવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તેમ છતાં નડિયાદ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના નામે ધજાગરા જોવા મળી રહ્યા છે.

નડિયાદ સિવિલ બહાર 108 સહિત 20 થી વધુ વાહનોની લાઇનો
નડિયાદ સિવિલ બહાર 108 સહિત 20 થી વધુ વાહનોની લાઇનો

કોરોનાએ તમામ રેકોર્ડ તોડી આજે 24 કલાકમાં 199 કેસની વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ કર્યુ છે. ખેડા જિલ્લામાં કોરોનાનો આ પગપેસારો ચિંતાજનક છે. તેમાંય ખાસ કરીને નડિયાદ કોરોનાનું એપી સેન્ટર બન્યુ છે. છેલ્લા 24 કલાકમાં નડિયાદમાં 134, વસોમાં 19, માતરમાં 13, મહેમદાવાદમાં 8, કપડવંજ અને ઠાસરા 7-7, મહુધા 4, કઠલાલ-ખેડા 3-3 અને ગળતેશ્વરમાં 1 કેસ સાથે કુલ 199 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજનો દિવસ અત્યાર સુધીનો સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસ ધરાવતો દિવસ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં 19 કોવિડ પોઝીટીવ દર્દીના મોત થયા છે. જેમાં એપ્રિલના અંતિમ દિવસે 10 અને આજે 1 મેના રોજ 9 શંકાસ્પદ દર્દીઓના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા છે. આ સાથે જ ખેડા જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1076 સુધી પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધી 96112 ટેસ્ટ કરાયા છે. જે પૈકી 85284 કેસ નેગેટીવ આવ્યા છે. જ્યારે કુલ પોઝીટીવ કેસનો આંક 6459સુધી પહોંચ્યો છે. તેમજ 1133 સેમ્પલના ટેસ્ટ આવવાના હજુ બાકી છે.

18 વર્ષથી ઓછી ઉંમરના 15 બાળકો સંક્રમિત
ખેડા જિલ્લામાં નોંધાયેલા કુલ 199 કેસ પૈકી 18 વર્ષથી ઓછી ઉંમરના 15 બાળકો સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 5 બાળકો અને 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 10 બાળકો છેલ્લા 10 દિવસમાં સંક્રમિત થયા છે જે ચિંતાનો વિષય બન્યો છે. બાળકોને કોરોના થાય તો સંક્રમણ વધુ ફેલાવાની સંભાવના રહેલી છે.

24 કલાકમાં 134 કેસ સાથે બિહામણી સ્થિતિ
ખેડા જિલ્લામાં કોરોના કેસોના વધારામાં મહત્વની ભૂમિકા નડિયાદે જ ભજવી છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક હવે કોરોના મથક બની ગયુ છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસથી નડિયાદમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 80થી ઉપર હતી. જે આજે તમામ રેકોર્ડ તોડી 24 કલાકમાં 134 કેસ સુધી પહોંચી ગઈ છે. નડિયાદમાં સામે આવેલા કેસ નડિયાદની વસ્તી પ્રમાણે મહાનગરના રસ્તે હોવાનું માલુમ પડી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો