હવામાન:ખેડામાં 36 કલાકમાં સરેરાશ 7.5 મીમી વરસાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં ગુરુવારની મોડી સાંજે 6 વાગ્યા સુધીના 36 કલાકમાં છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આ 36 કલાકમાં માતર અને વસો તાલુકાને બાદ કરી દેતા બાકીના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 24 કલાકના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ 13 મીમી વરસાદ કપડવંજમાં પડ્યો છે. જ્યારે વસો અને ઠાસરામાં 2-2 મીમી વરસાદ પડ્યો છે. આ 24 કલાક દરમિયાન ગળતેશ્વર, કઠલાલ, ખેડા, મહેમદાવાદ, માતર અને નડિયાદ તાલુકા કોરા ધાકોર રહ્યા છે.

ગુરુવારે સવારે 6થી સાંજે 6 એમ 12 કલાકના વરસાદના આંકડા જોતા સૌથી વધુ 22 મીમી નડિયાદમાં જ્યારે ગળતેશ્વરમાં 18મીમી વરસાદ નોંધાયો છે. આ 12 કલાકમાં પણ માતર, ઠાસરા અને વસો તાલુકામાં વરસાદ નહીવત રહ્યો છે. છેલ્લા 36 કલાકના વરસાદી આંકડા જોતા સરેરાશ 7.5 મીમી વરસાદ પડ્યો છે.

જેમાં સૌથી વધુ નડિયાદમાં 22 મીમી જ્યારે સૌથી ઓછો ઠાસરા અને વસોમાં 2-2 મીમી વસોમાં નોંધાયો છે. આ 36 કલાક દરમિયાન એકમાત્ર માતર તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 57.55 ટકા થયો છે. જિલ્લામાં હજુ 42 ટકા કરતા વધુ વરસાદની ઘટ છે.

વરસાદના આંકડા (મીમી)
તાલુકોમંગળવારથી 36 કલાકનોસિઝનની ટકાવારી
ગળતેશ્વર1822.36
કપડવંજ1566.23
કઠલાલ442.87
ખેડા371.19
મહેમદાવાદ474.39
મહુધા552.47
માતર069.74
નડિયાદ2285.57
ઠાસરા224.14
વસો266.64

આણંદમાં મેઘમહેર આણંદ જિલ્લામાં ગુરુવારે સારો વરસાદ વરસ્યો હતો. ઉમરેઠમાં લગભગ અઢી ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે આણંદ શહેરમાં સમી સાંજથી શરૂ થયેલા મેઘરાજા મોડીરાત સુધી વરસ્યા હતા અને એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આંકલાવમાં 12, પેટલાદ અને બોરસદમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો.

વિરપુર તાલુકામાં બે કલાકમાં 2.6 ઈંચ વરસાદ
વિરપુર તાલુકામાં ગુરુવારે એકજ કલાકમાં ધમાકેદાર વરસાદ ખાબકતા વિરપુર પંથકમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય હતા. જેમાં મુકેશ્વર મહાદેવ મંદિરથી સી.એમ. દેસાઈ હાઈસ્કૂલ તરફના રોડ પર વરસાદી પાણી ભરાતાં માલ વાહન રીક્ષા પલ્ટી મારી હતી જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો તાલુકામાં બે કલાકમાં 2.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 429mm નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...