તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની એન્ટ્રી:ખેડામાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં ગત સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. - Divya Bhaskar
નડિયાદમાં ગત સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
  • સૌથી વધુ નડિયાદમાં અઢી ઇંચ વરસાદ
  • ગળતેશ્વર, ઠાસરા, કઠલાલમાં મેઘરાજાની હાથતાળી

ખેડા જિલ્લામાં બે અઠવાડિયા બાદ અષાઢી બીજ ના શુભ મુહુર્તે મેઘરાજાની એન્ટ્રી થઇ. જિલ્લાના નડિયાદ, કપડવંજ, ખેડા, મહેમદાવાદ, મહુધા, અને માતરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ વરસતા જ જાણે કે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં અઢી ઇંચ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો કપડવંજ તાલુકામાં અડધા ઈંચ આસપાસ વરસ્યો હતો. જ્યારે ઠાસરા અને ગળતેશ્વર તાલુકા કોરાધાકોર રહ્યા હતા. આમ રવિવાર સાંજના સમગ્ર જિલ્લામાં સરેરાશ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનમાં અત્યાર સુધી કુલ 8 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારના સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈ વરસાદ નોધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...