મેઘ મહેર:ખેડામાં 36 કલાકમાં 18 મીમી વરસાદ, 24 કલાકમાં સરેરાશ 11 મીમી જ્યારે મંગળવારે 12 કલાકમાં 7 મીમી વરસાદ પડ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સાંજના સમયે નડિયાદ શહેરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો.

ખેડા જિલ્લામાં પણ છેલ્લા 36 કલાકમાં છૂટો-છવાયો વરસાદ નોંધાયો છે. 36 કલાકમાં એક માત્ર ગળતેશ્વર તાલુકાને બાદ કરી દેતા બાકીના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. 24 કલાકના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ 32 મીમી વરસાદ નડિયાદમાં પડ્યો છે. જ્યારે મહેમદાવાદમાં 3મીમી વરસાદ પડ્યો છે. આ 24 કલાક દરમિયાન મહુધા અને ગળતેશ્વર તાલુકા કોરા ધાકોર રહ્યા છે. મંગળવારે સવારે 6થી સાંજે 6 એમ 12 કલાકના વરસાદના આંકડા જોતા સૌથી વધુ 20 મીમી કઠલાલમાં જ્યારે નડિયાદ અને કપડવંજમાં 8-8 મીમી વરસાદ નોંધાયો છે.

આ 12 કલાકમાં પણ ગળતેશ્વર, ખેડા અને માતર તાલુકામાં વરસાદ નહીવત રહ્યો છે. છેલ્લા 36 કલાકના વરસાદી આંકડા જોતા સરેરાશ 18 મીમી મેઘ મહેર થઈ છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 40 મીમી જ્યારે સૌથી ઓછો 12 મીમી વસોમાં નોંધાયો છે. આ 36 કલાક દરમિયાન એકમાત્ર ગળતેશ્વર તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55.83 ટકા થયો છે.

વરસાદી આંકડા (મીમીમાં)
તાલુકોમંગળવારે સાંજે 6 વાગ્યા સુધી
36 કલાકનો વરસાદ
સિઝનની ટકાવારી
ગળતેશ્વર022.36
કપડવંજ2063.23
કઠલાલ2540.4
ખેડા2370.42
મહેમદાવાદ1371.11
મહુધા1650.28
માતર2568.9
નડિયાદ4083.32
ઠાસરા1423.12
વસો1266.19
અન્ય સમાચારો પણ છે...