આવેદન:ખેડાના સરકારી કર્મીઓએ નવી પેન્શન યોજનાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પોતાના કર્મચારીઓ સાથે જ અન્યાય કરી રહી હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો

ખેડા જિલ્લામાં ફરજ બજાવતા 300 થી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નવી પેન્શન યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ગ 1થી 4ના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાત પણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ વર્ધિત પેન્શન યોજના અત્યંત અસ્થિર, અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.

સરદ યોજના અંતર્ગત કર્મચારી, અધિકારી અને ગુજરાત સરકાર ના 10 ટકા તેમજ કેન્દ્ર સરકારના 14 ટકા લેખે નાણાનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોઈ તે જાહેર હિતમાં કે કર્મચારીના હિતમાં ન હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. શેર બજાર સાથે જોડાયેલા યોજના હોવાથી વયનિવૃત્તિ બાદ ખુબ જ નજીવુ પેન્સન બાંધવામા આવે છે. તાજેતરમાં જે વય નિવૃત્ત કર્મચારી ઓના અવસાન થઈ રહ્યા છે તેઓને 2 હજાર થી પણ ઓછું એવું નજીવુ પેન્શન બંધાઈ રહ્યું છે.

જેનાથી વૃદ્ધાવસ્થામાં જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ કપરો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. કર્મચારીઓ એ ચીમકી ઉચ્ચારી છેકે, આ બાબતે યોગ્ય નિકાલ નહીં આવે તો રાજ્યના તમામ એમ.એલ.એ, એમ.પી., ને આવેદનપત્ર આપી તેનો વિરોધ કરાશે.

પાંચ વર્ષથી ભથ્થા પેન્ડીંગ છે
જિલ્લા કક્ષાએ જો કોઈ કામ પેન્ડિંગ હોય તો સરકાર તેની કડક ઉઘરાણી કરતી હોય છે. પરંતુ પોતાની પાસે જે કામ પાંચ વર્ષથી પેન્ડીંગ છે, ત્યારે તેઓ જેમ જિલ્લા કક્ષાએથી કામ માંગે છે, તેમ તેનો નિકાલ સરકાર લાવી રહી નથી. આગામી દિવસોમાં અમે એમ.એલ.એ. એસપીને આવેદનપત્ર, રેલીનો કાર્યક્રમ કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...