તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંડોળા મહોત્સવ પૂર્ણ:ખેડા જિલ્લામાં ભક્તોએ એક માસ પર્યત ઠાકોરજીને હિંડોળે ઝૂલાવી ધન્યતા અનુભવી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત એક માસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝૂલાવવામાં આવ્યા

અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી એક માસ સુધી સમગ્ર હિન્દુ મંદિરોમાં અવનવા સાજ શણગારથી હિંડોળા મહોત્સવ ઉજવાય છે. જેમાં ઠાકોરજીને હિંડોળામાં ઝૂલાવવામાં આવે છે. ભક્તો દ્વારા હિંડોળા મહોત્સવના દર્શન કરી ભગવાનને ઝૂલાવી ધન્યતા મેળવી છે.

વડતાલ
વડતાલ

ખેડા જિલ્લાના મુખ્ય મંદિર વડતાલ, ડાકોર સહિતના હિન્દુ મંદિરોમાં આ હિંડોળા પર્વની ઉજવણી કરાઈ છે. સતત એક માસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝૂલાવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ તથા વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષઋતુમા વર્ષારાણીના આગમન સાથે સમગ્ર ધરા નવપલ્લવિત બની લીલોતરી છવાઈ જાય છે.

ભગવાન કૃષ્ણને હિંડોળામાં ઝૂલાવવામાં આવ્યા હતા. જેની પરંપરા મુજબ આજે પણ સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તો પોતાના લાલજીને પારણામાં ઝૂલાવી ધન્યતા અનુભવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સોનાના-ચાંદીના તથા લાકડાના હિંડોળામાં હરિની પ્રતિમા (મૂર્તિ) મુકી ભક્તો દ્વારા વિવિધ ફૂલોના-બિસ્કીટ-ચોકલેટ-સુકામેવ-ચલણી નોટો- અનાજ-કઠોળના આર્કષક હિંડોળા તૈયાર કરી ભગવાનને રાજી કરે છે.

વડતાલ
વડતાલ

વડતાલમાં મંદિરના મુખ્ય કોઠારી ર્ડા.સંતવલ્લભ સ્વામી અને શ્યામવલ્લભ સ્વામી દ્વારા મારા ભગવાનને મારી રાખડી ની થીમ ભક્તો સમક્ષ મુકી હતી. જેમાં દેશ-વિદેશથી 10 હથારથી વધુ રાખડીઓ પોસ્ટ-કુરીયર તથા રૂબરૂ મંદિરને મળી હતી. મહિલા મંડળની બહેનો દ્વારા રક્ષાબંધનના તહેવારના રોજ મંદિરમાં બિરાજતા દેવો માટે રાખડીઓના સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આ ઉપરાંત મારા ભગવાનને મારી રાખડી અંતર્ગત મળેલ આર્કષક રાખડીઓના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. એક માસ પર્યંત ચાલેલ આ હિંડોળા મહોત્સવની મંગળવાર સાંજે શ્રીજીની હિંડોળામાં આરતી ઉતારી સમાપ્તી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...