નડિયાદ:ખેડા જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ 13.1 મીમી વરસાદ

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહા ગુજરાતથી ચકલાસી ભાગોળ તરફના ખોદી નખાયેલા રોડમાં આજે એક કાર ફસાઈ ગઈ હતી. - Divya Bhaskar
મહા ગુજરાતથી ચકલાસી ભાગોળ તરફના ખોદી નખાયેલા રોડમાં આજે એક કાર ફસાઈ ગઈ હતી.
  • નડિયાદ તાલુકામાં 47, ગળતેશ્વર 30, વસો 19, મહેમદાવાદ 14, ખેડામાં 7 મીમી મેઘમહેર

ખેડા જિલ્લામાં ગુરુવારની મોડી સાંજે 6 વાગ્યા સુધીના 36 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ 36 કલાકમાં માત્ર માતર તાલુકાને બાદ કરી દેતા બાકીના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. શુક્રવાર સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ 35 મીમી વરસાદ નડિયાદમાં પડ્યો છે. જ્યારે વસો અને ઠાસરા અને કપડવંજમાં 2-2 મીમી વરસાદ પડ્યો છે. શુક્રવારે સવારે 6થી સાંજે 6 એમ 12 કલાકના વરસાદના આંકડા જોતા સૌથી વધુ 17 મીમી વસોમાં જ્યારે મહુધા સૌથી ઓછો 2મીમી વરસાદ નોંધાયો છે.

આ 12 કલાકમાં પણ મહુધા, નડિયાદ અને વસો તાલુકા સિવાય કોઈ તાલુકામાં વરસાદ પડ્યો નથી. છેલ્લા 36 કલાકના વરસાદી આંકડા જોતા સરેરાશ 13.1 મીમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 47 મીમી જ્યારે સૌથી ઓછો કપડવંજમાં 2 મીમી વસોમાં નોંધાયો છે. આ 36 કલાક દરમિયાન એકમાત્ર માતર તાલુકામાં બિલકુલ વરસાદ નોંધાયો નથ ી. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 58.77 ટકા થયો છે. જિલ્લામાં હજુ 41 ટકા કરતા વધુ વરસાદની ઘટ છે.

મ.ગુ.માં સૌથી વધુ વરસાદ આણંદમાં
મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓમાં સર્વાધિક 78.24 ટકા વરસાદ આણંદ જિલ્લામાં વરસ્યો છે. તેમાંય આણંદ તાલુકામાં સિઝનની સર્વાધિક 105 ટકા મેઘમહેર થઇ છે. છેલ્લા 36 કલાકમાં આણંદ તાલુકામાં 51, ઉમરેઠ 84, ખંભાત 77, સોજિત્રા 47 મીમી વરસાદ વરસ્યો હતો.

વરસાદી આંકડા (મીમી)
તાલુકોગુરૂવાર સુધી 36 કલાકનોસિઝનની ટકાવારી
ગળતેશ્વર3026.07
કપડવંજ266.44
કઠલાલ443.32
ખેડા772.1
મહેમદાવાદ1476.31
મહુધા452.7
માતર069.54
નડિયાદ4789.72
ઠાસરા425.64
વસો1966.89

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...