તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Congratulations To Kheda District Panchayat President Naynaben Patel On Being Elected As The President Of The State Panchayat Parishad

વરણી:ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ તરીકે વરણી થતાં ખુશાલી

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે સાથે રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પણ કામગીરી કરશે

ખેડા જિલ્લામાં ભાજપામાં છેલ્લાં કેટલાય વર્ષોથી સક્રિય મહિલા કાર્યકરની રાજ્ય કક્ષાએ વરણી કરાઈ છે. હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી સંભાળતા નયનાબેન પટેલની રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

તાજેતરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની ગાંધીનગર મુકામે કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં સમગ્ર જિલ્લામાં ખુશાલી વ્યાપી ગઈ છે.

ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે સાથે હવે રાજ્ય પંચાયત પરિષદના પ્રમુખનું પણ સુકાન સંભાળશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તો તેમના શુભચિંતકોમાં આનંદ ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...