તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનું નવું સંગઠન:ખેડા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો નિમાયા, નવી ટીમમાં યુવાનો-મહિલાઓને સ્થાન અપાયુ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાજપ દ્વારા ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી - Divya Bhaskar
ભાજપ દ્વારા ખેડા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી
 • નડિયાદના તાલુકાના સૌથી વધુ હોદ્દેદારો નિમાયા

શુક્રવારે ખેડા જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત થતા જિલ્લાના રાજકીય વર્તુળોમાં કોણ ગયા અને કોણ ફાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે નવી ટીમમાં મોટા પરિવર્તનની ઝલક દેખાઈ છે. જિલ્લા કાર્યાલએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ એકજુથ થઈ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને આગામી તમામ ચૂંટણીમાં જીત માટે સંકલ્પબધ્ધ થયા હતા. નવી ટીમમાં યુવાનો અને મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ તરીકે અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.

ભાજપ સંગઠન કેન્દ્રી પાર્ટી છે.ભાજપના સંગઠન હોદ્દાદારોનું સરકાર અને વહીવટી તંત્રમાં પણ ખાસ મહત્વ ધરાવતા હોય છે. ભાજપ જિલ્લા સંગઠનમાં હોદ્દા મેળવવા અનેક કાર્યકરોએ પોતપોતાના નેતા ,આગેવાન,અને જિલ્લા પ્રમુખ અર્જુનસિંહના નજીક ગણાતાં હોય તેવા વ્યક્તિઓનો સંપર્ક કરી ભલામણોનો મારો ચલાવ્યો હોવાની વિગતો પણ જિલ્લા ભાજપ વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રે છે. મહત્વનું છે કે હવે નવી ટીમ જાહેર થઈ ગઈ છે અને આગામી તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો માટે જવાબદાર સાબિત થશે. ખેડા જિલ્લા ભાજપની નવી ટીમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પરામર્શ અને માર્ગદર્શન લઈ જાહેર કરાઈ છે.

નવનિયુક્ત હોદ્દેદારોએ એકજુથ થઈ એકબીજાને અભિનંદન પાઠવ્યા
નવનિયુક્ત હોદ્દેદારોએ એકજુથ થઈ એકબીજાને અભિનંદન પાઠવ્યા

ખેડા જિલ્લા ભાજપની નવી ટીમ

પ્રમુખ : અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઉપપ્રમુખ: ગોપાલભાઈ ઠાકોરભાઈ શાહ(કપડવંજ) ઉપપ્રમુખ: ચંદ્રેશભાઈ કનુભાઈ પટેલ (માતર) ઉપપ્રમુખ: મીનેશભાઈ પુનમભાઈ પટેલ(ગળતેશ્વર) ઉપપ્રમુખ: વિકાસભાઈ બલકૃષ્ણભાઈ પટેલ(મહેમદાવાદ) ઉપપ્રમુખ: રાજનભાઈ દિલીપભાઈ દેસાઈ(નડિયાદ) ઉપપ્રમુખ: જાનવીબેન મિત્તલભાઈ વ્યાસ(નડિયાદ) ઉપપ્રમુખ: પાર્વતીબેન ભરતભાઈ મકવાણા(માતર) ઉપપ્રમુખ: મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર (નડિયાદ) મહામંત્રી:નટુભાઈ છોટાભાઈ સોઢા (મહુધા) મહામંત્રી:વિપુલભાઈ કાંતિભાઈ પટેલ (નડિયાદ) મહામંત્રી:વિકાસભાઈ જીતેન્દ્રકુમાર શાહ(નડિયાદ) મંત્રી:વિવેકભાઈ કનુભાઈ પટેલ (કપડવંજ) મંત્રી:શોભાનાબેન પરેશભાઈ પટેલ(નડિયાદ) મંત્રી:નિલેશભાઈ મણીભાઈ પટેલ (કપડવંજ) મંત્રી:અજયભાઈ બ્રહ્મભટ્ટ (નડિયાદ) મંત્રી:વર્ષાબેન અજયકુમાર વ્યાસ (કઠલાલ) મંત્રી:ગીતાબેન રાજેશભાઈ જાદવ (ચકલાસી) મંત્રી:પ્રવીણભાઈ શર્મા (મહુધા) મંત્રી:સોનલબેન રાજેશભાઈ પટેલ (કઠલાલ) કોષાધ્યક્ષ:સુરેન્દ્રભાઈ ડી પટેલ (કણજરી)

ઠાસરા સિવાય તમામ તાલુકાને નવી ટીમમાં જવાબદારી મળી
તાલુકા પ્રમાણે પ્રતિનિધિત્વ જોઇએ તો ઠાસરા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાને નવી ટીમમાં જવાબદારી મળી છે. જેમાં નડિયાદ - 8 ,કપડવંજ -3,માતર -2,મહેમદાવાદ -2,ગળતેશ્વર -1, કઠલાલ -2, મહુધા -2, ચકલાસી -1 કાર્યકરોને જિલ્લા સંગઠનમાં મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. નડિયાદના તાલુકાના સૌથી વધુ હોદ્દેદારો છે અને ઠાસરા તાલુકાના એક પણ કાર્યકરને નવી જિલ્લા ટીમમાં સ્થાન મળ્યું નથી.જોકે જિલ્લા ના તમામ કાર્યકરોએ જિલ્લા સંગઠનના નવા હેદેદારોને વધાવી દીધા છે અને તેઓ ઉપર અભિનંદન ની વર્ષા થઈ રહી હોય તેવો માહોલ જિલ્લા કાર્યાલયે જણાતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો