• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Haribhaktas Of Kheda District Mourn The Death Of Saint Hariprasad Swami Brahmlin Of Sokhada, Haribhaktas Of Nadiad Send Tearful Tributes

શોક:સોખડાના સંત હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થતાં ખેડા જિલ્લાના હરિભક્તો શોકમાં, નડિયાદના હરિભક્તોએ અશ્રુભીની શ્રદ્ધાજલિ પાઠવી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ખેડા જિલ્લાના આશરે 3 હજાર હરીભક્તો સ્વામીના અંતિમ દર્શન માટે સોખડા પહોંચ્યા
  • મુખ્ય દંડક પંકજ દેસાઇએ શોક સંદેશ પાઠવ્યો

ખેડા જિલ્લો એટલે સેવાયજ્ઞ પ્રદેશ સંત હરિપ્રસાદ સ્વામીએ અહીંયા લગભગ અનેક યુવાનોને સંસ્કાર સિંચન કરી પ્રેરણા પૂરી પાડી છે. અંદાજે 38થી વધુ ગામોમાં યુવાન લોકોનું સંસ્કાર કાર્ય કર્યુ છે. સ્વામીજીના બ્રહ્મલીન થયાનાં સમાચાર સાંભળીને ખેડા જિલ્લાના હરિભક્તોમાં શોક પ્રર્વતી ગયો છે.

વડોદરા પાસે આવેલા હરીધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીએ ગત સોમવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો છે. 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થતાં આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના હરિભક્તોમાં ભારે શોક પ્રર્વતી ગયો છે. નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આ સમાચાર સાંભળતા હરીભક્તોએ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તે હેતુથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણની ધૂન કરી અશ્રુભીની શ્રદ્ધાજલિ અર્પી છે.

સંત હરિપ્રસાદ સ્વામીનો બૃહદ ખેડા જિલ્લા સાથે અતૂટ નાતો જોડાયેલો છે. અહીંયા અનેક તેમની સત્સંગ સભાઓ થઈ છે. વર્ષ 2007માં નડિયાદ ખાતે તેમની જન્મ જયંતિની ઉજવણીમાં પણ અંદાજે અઢી લાખ જેટલા હરિભક્તોની ઉપસ્થિત વચ્ચે યોજાઈ હતી. આ સાથે વર્ષ 2012ના 13મેના રોજ પણ નડિયાદ તાલુકાના નાનકડા ગામ એવા હાથજ ખાતે દૂધની ડેરીનું લોકાર્પણ કરવા સંત હરિપ્રસાદ સ્વામીજી આવ્યા હતા. યુવાનોની ઇચ્છાને લાગણીને માન આપી સંત સ્વામીજી અહીંયા અવારનવાર પધાર્યા છે અને યુવાનોના સંસ્કાર, સિંચનનો પાયો નાખ્યો છે. હાલ આ સંસ્થાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ મંદિરોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે.

નડિયાદ ખાતે આવેલા આત્મીય સંસ્કાર ધામ ખાતે હરિભક્તોએ સ્વામિનારાયણ, સ્વામીનારાયણની ધૂન કરી અક્ષરધામ થયેલા સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પી છે. ખેડા જિલ્લાના લગભગ 38થી વધુ ગામોના આશરે 2500થી 3000 હરિભક્તો બુધવારે સોખડા ખાતે પહોંચી સ્વામીજીના અંતિમ દર્શન કર્યા છે. સુમેળ આયોજન હોવાથી ખેડા-આણંદ-ડભોઈના હરીભક્તોએ સ્વામીજીના 12 વાગ્યા સુધી અંતિમ દર્શન કર્યા છે. આગામી દિવસોમાં નડિયાદમાં પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ ઘડાશે તેમ એક નડિયાદના હરિભક્તે જણાવ્યું છે.

વિધાનસભાના મુખ્‍ય દંડકે શોક સંદેશ પાઠવ્યો

સંત હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરગમનથી ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, અપ્રતિમ સાધુતાનું મૂર્તીમાન સ્વરૂપ યોગીજી મહારાજના શિષ્ય અને પ્રખર સમાજ સુધારક સોખડા સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના સંત હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરગમનથી સમાજ ખુબ વ્યથિત થયો છે. સૌને બળ અને પ્રાપ્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલી અર્પી છે.

અન્ય સમાચારો પણ છે...