તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Lightning Strikes Everywhere In Kheda District Last Night, Trees Collapse, Ambulance Gets Stuck In Shreyas Underbridge In Nadiad

મેઘમલ્હાર:ખેડા જિલ્લામાં ગતરાત્રે વિજળીના કડાકા સાથે સર્વત્ર વરસાદ, ઠેરઠેર વૃક્ષો ધરાશાયી, નડિયાદના શ્રેયસ અન્ડરબ્રીજમાં એમ્બ્યુલન્સ ફસાઇ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે નડિયાદના શ્રેયસ અન્ડરબ્રીજમાં એમ્બ્યુલન્સ ફસાઈ જતાં ફાયરબ્રિગેડની મદદ લેવાઈ
  • સૌથી વધુ વરસાદ ખેડા, માતર, નડિયાદ અને વસો પંથકમાં વરસ્યો

જૂન માસના પ્રારંભે જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ગતરાત્રે કપડવંજ પંથકને બાદ કરી સમગ્ર ખેડા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા, માતર, નડિયાદ અને વસો પંથકમાં વરસ્યો છે. વિજળીના કડાકા સાથે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર વૃક્ષો પણ ધરાશાયી થવાનાં બનાવો બન્યા છે. જ્યારે નડિયાદમાં આવેલા અન્ડરબ્રીજમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.

ગતરાત્રે સમગ્ર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. નડિયાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેમ્પસમાં આવેલ એક ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થયું છે. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
ગતરાત્રે સમગ્ર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. નડિયાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કેમ્પસમાં આવેલ એક ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થયું છે. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ એક દિવસથી બેવડી ઋતુનો અનુભવ જિલ્લા વાસીઓ કરી રહ્યા છે. દિવસે આકરો તાપ અને મોડીરાત્રે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારની રાત્રે જોરદાર વરસાદ વરસ્યો છે. કપડવંજ પંથકને બાદ કરી સમગ્ર જિલ્લામાં વિજળીના કડાકા સાથે સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેના કારણે અમુક વિસ્તારોમાં વિજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. જ્યારે ગરમીથી ત્રસ્ત બનેલા લોકોને થોડા સમય માટે રાહત મળી હતી. બાળકો, મોટેરાઓ આ વરસાદમાં ભીંજાવવાની મોજ માણી હતી. વરસાદના કારણે જિલ્લામાં ઠેકઠેકાણે વૃક્ષો પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે.

નડિયાદમાં શ્રેયસ અન્ડરબ્રીજમાં એમ્બ્યુલન્સ ફસાતા ફાયર બ્રિગેડની મદદથી બે લોકોને બચાવાયા

નડિયાદમાં ખાબકેલા વરસાદથી રાત્રિના સમયે નડિયાદના ચારેય ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના શ્રેયસ અન્ડરબ્રીજમાંથી પસાર થતી એક એમ્બ્યુલન્સ અહીંયા ફસાઈ ગઈ હતી. આ એમ્બ્યુલન્સમાં બે લોકો સવાર હતા. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડે રસ્સા વડે આ એમ્બ્યુલન્સને બહાર કાઢી બે લોકોને બચાવ્યા છે. એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલમાં લેવા જઈ રહી હતી ત્યારે ઘટના બની છે. ફાયરબ્રિગેડે રેસ્કયુ કરી એમ્બ્યુલન્સ ચાલક અને અન્ય ઈસમને બચાવી લીધા છે.

ખેડા જિલ્લામાં તાલુકા દિઠ ગતરાત્રે આઠથી 10 વાગ્યામાં નોંધાયેલો વરસાદ

ખેડામાં 90 મીમી, માતરમાં 80 મીમી, નડિયાદમાં 47 મીમી, વસોમાં 47 મીમી, મહેમદાવાદમાં 36 મીમી, કઠલાલમાં 14મીમી, મહુધામાં 19 મીમી, ગળતેશ્વરમાં 04 મીમી અને કપડવંજમાં નીલ રીપોર્ટ જિલ્લા ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

જિલ્લામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
ખેડા જિલ્લામાં ચોમાસાને અનુલક્ષીને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી ચોમાસુ -2021ની સીઝનની શરૂઆત થનાર છે. જેને લક્ષમાં રાખીને પ્રશાસને ખેડા જિલ્લા કક્ષાનો ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંટ્રોલ રૂમ 24x7 રાઉન્ડ ક્લોક કાર્યરત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આ મુજબના ઇમરજન્સી ટોલ ફ્રી નંબર 0268- 2553356 અને 255335 તથા 1077 (ટોલ ફ્રી) જાહેર જનતાના ઉપયોગ માટે શરૂ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...