તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વિદેશમાં અભ્યાસ અર્થે જતા ખેડા જિલ્લાના વિધાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે કોરોના રસીનો બીજો ડોઝ લીધો

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 30 ઓગષ્ટ સુધી કલેક્ટર કચેરી ઇમરજન્સી સેન્ટર ખાતેથી રસીકરણ કરાવી શકશે
  • જિલ્લા કલેક્ટર કે.એલ બચાણીએ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા

આજે ખેડા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાંથી વિદેશ જનારા 11 વિધાર્થીઓએ આજે કોવિશિલ્ડનો બીજો ડોઝ લીઘો છે. કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા સરકાર દ્રારા વેક્સિનેશનનું સઘન અમલીકરણ થઇ રહ્યુ છે. વિદેશમાં અભ્યાસ અર્થે જતા રાજ્યના વિધાર્થીઓ આ વેક્સિનેશનનો બીજો ડોઝ આપવા માટે મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીનો પહેલો અને બીજો ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનો નક્કી થયેલે છે. પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓને અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલો છે તેમજ હાલમાં 84 દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં-વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય તે અંગે આવા વિધાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવા અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

રસી લેનારા આ વિધાર્થીઓની જિલ્લા કલેક્ટર કે. એલ બચાણીએ રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યુ હતુ કે, વિદેશ જનારા વિધાર્થીઓને વેક્સિન અંગેના પ્રમાણપત્રની કોઇ અડચણ ન આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા જિલ્લા કલેક્ટર કચેરી ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વિધાર્થીઓ માટે ખાસ રસીકરણ કામગીરી માટે કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યુ છે. જિલ્લામાંથી કુલ 27 અરજી આવી હતી. જેમાંથી 11 વિધાર્થીઓને આજે રસીનો બીજો ડોઝ અપાયો છે.

ખેડા જિલ્લામાં વિદેશ જનાર વિધાર્થીઓ માટેનો રસીકરણ કાર્યક્રમ આગામી 30 ઓગષ્ટ સુધી ચાલુ રહેનાર છે. આ તબક્કે જિલ્લા કલેક્ટરશ્રી રસીકરણ લીધેલા વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 26 વર્ષિય દિવ્યા પટેલ, 22 વર્ષિય દિક્ષીત, 22 વર્ષિય જય કુમાર કે જેઓ આગામી સમયમાં કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કોરોનાકાળ દરમિયાનન ગત તા. 28 એપ્રીલના રોજ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો.

હવે જ્યારે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પ્રથમ અને બીજા ડોઝની સમય મર્યાદાની મુંઝવણ તેમને સતાવી રહી હતી. પરંતુ ભારત સરકારની નવી ગાઇડલાઇન અને રાજ્ય સરકારની સુચારૂ વ્યવસ્થા અંગે પ્રતિભાવ આપતા દિવ્યા બેને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રસીકરણનો બીજો ડોઝ લઇ રાજ્ય સરકારનો અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ખેડા જિલ્લામાંથી વિદેશ જનારા વિધાર્થીઓ માટે આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રશંસનિય છે અને અમે સૌ વિધાર્થીઓ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારની આ સુચારૂ વ્યવસ્થાને બિરદાવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...