રજૂઆત:ખેડા જિલ્લાના શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓને લઇ કલેક્ટર અને શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહી આવતા પહેલા તબક્કાનું આંદોલન છેડાયું

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના સંયુક્ત ઉપક્રમે પડતર પ્રશ્નોને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે ગત રોજ જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી, સાંસદ તેમજ ધારાસભ્ય તથા વિવિધ પદાધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે સંદર્ભે ખેડા જિલ્લાના શિક્ષકોએ ગત રોજ આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ગતરોજ ખેડા જિલ્લા ખાતે આ મહામંડળના શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકાર, જિલ્લા સમાહર્તા સહિત સાસંદ અને મુખ્ય દંડકને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. જેમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક તેમજ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીના તમામ હેતુઓ માટે સળંગ ગણવી, સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા રોકડમાં ચુકવવા, કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતા દૂર કરવી, સીપીએફ યોજના અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જીપીએફ યોજના લાગુ કરવી વગેરે અગત્યના પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્યવ્યાપી આવેદનપત્ર અપાયા હતા. આ પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહિ આવતાં આંદોલનના પ્રથમ તબક્કાનું આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

આ પ્રસંગે જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશ ઈનામદાર, મહામંત્રી પ્રશાંત ઉપાધ્યાય, ઉપપ્રમુખ કૌશિક પટેલ, કારોબારી સભ્ય સુનિલ પરમાર, ચેતન સોલંકી, રાકેશ પ્રજાપતિ, તેમજ ખેડા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કમલેશ પટેલ, મહામંત્રી નિજલ પટેલ સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...