તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર વાપસી:ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાયાં

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લા કોંગ્રસ પ્રમુખ સામે નારાજ થઇ રાજીનામું આપ્યું હતું

ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પદે ગયા સપ્તાહે જ રાજીનામું આપનારા પ્રવિણસિંહ રાઠોડ આખરે ભાજપમાં ભળી ગયાં છે. તેનું જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યું હતું. આ સમયે પ્રવિણસિંહના ટેકેદારો પણ હાજર રહ્યાં હતાં. ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ જેઓ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસથી નારાજ હતા અને તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં બુધવારના રોજ નડિયાદ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ અને અન્ય જિલ્લાના આગેવાનોની હાજરીમાં પ્રવીણસિંહ તેમજ તેમની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

આ પ્રસંગે પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તેઓની કોઈ કદર થઇ ન હતી. જેના કારણે તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. તેઓ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સૈનિક હતા અને કોંગ્રેસ છોડ્યા બાદ હવે તેઓએ ફરીથી પોતાના ઘરે વાપસી કરી છે. આ પ્રસંગે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, વિનુભાઈ પટેલ , વિમલભાઈ ઉપાધ્યાય, વિકાસભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો