તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ખેડા જિલ્લા ભાજપના નવા સંગઠનમાં 20 હોદ્દેદારોમાં 13 નવા સભ્યોને સ્થાન

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહામંત્રીના હોદ્દા પર નો રિપીટ : સંગઠનમાં પટેલોનો દબદબો

ખેડા જિલ્લા ભાજપ સંગઠનમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ ચૌહાણની નિમણૂંક બાદ જિલ્લા સંગઠનના હોદ્દેદારોની યાદી શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. આ નવા સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં છે. જેમાં પ્રમુખ પછીના મહત્વનો હોદ્દો એવા મહામંત્રીમાં ત્રણેય નવા ચહેરા લાવવામાં આવ્યાં છે. જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે, નિમાયેલા 20 હોદ્દેદારોમાં 10 તો પટેલ જ્ઞાતિના છે. પ્રમુખ બાદ મહત્વના હોદ્દા એવા ત્રણેય મહામંત્રીમાં નો રીપીટ થિયરી અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત નિમણૂંક પામેલા 20 હોદ્દેદારોમાં 10 પટેલ જ્ઞાતિના છે. આ ઉપરાંત નડિયાદના 5નો સમાવેશ થાય છે.

ક્યા હોદ્દેદારો પર કોની નિમણૂંક ?
ઉપપ્રમુખ ગોપાલ શાહ કપડવંજ, ચંદ્રેશ પટેલ લીંબાસી, મીનેષ પટેલ ગળતેશ્વર, વિકાસ પટેલ મહેમદાવાદ, રાજન દેસાઇ નડિયાદ, જાન્વીબહેન વ્યાસ નડિયાદ, પાર્વતીબહેન મકવાણા માતર, મનિષાબહેન પરમાર સલુણ,નટુભાઈ સોઢા મહુધા,વિપુલ પટેલ ડુમરાલ, વિકાસ શાહ નડિયાદ. જયારે મંત્રી પદે વિવેક પટેલ કપડવંજ, શોભનાબહેન પટેલ નડિયાદ,નિલેશ પટેલ કપડવંજ, અજય બ્રહ્મભટ્ટ નડિયાદ ,વર્ષાબહેન વ્યાસ કઠલાલ,ગીતાબહેન જાદવ ચકલાસી,પ્રવિણ શર્મા મહુધા,સોનલબહેન પટેલ ભાટેરા, અને કોષાધ્યક્ષ તરીકે સુરેન્દ્રભાઈ પટેલ કણજરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો