તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અર્જુનસિંહે ચાર્જ સંભાળ્યો

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો જ લહેરાશે

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ધનતેરસના દિવસે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેઓએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને તમામ બેઠક મળી હતી. તેવી જ રીતે ખેડા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો જ લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની નીમણૂંક કરવામાં આવી છે. તેઓએ શુક્રવારના રોજ ધનતેરસના દિવસે નડિયાદ ખાતે જિલ્લા કાર્યાલય કમલમ્ ખાતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અર્જુનસિંહે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભાજપ સંગઠન મજબૂત છે, તેને વધુ મજબૂત બનાવવામાં આવશે. કાર્યકર્તાઓએ જવાબદારી આપી છે, બુથના મજબૂત કાર્યકર્તાઓ સાથે લેવામાં આવશે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે રીતે ભાજપે આઠે આઠ બેઠક જીતીને સપાટો બોલાવ્યો હતો. તેવી રીતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો જ લહેરાશે. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને દંડક પંકજભાઈ દેસાઇ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો