તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ખેડા ડિઝાસ્ટર પાંગળું, કુવામાંથી આધેડને બહાર કાઢવા ગ્રામજનો જાતે જ કામે લાગ્યાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોનારીકૂઇમાં કૂવામાં પડેલા આધેડ 24 કલાક પછી પણ લાપતાં

અમદાવાદ, આણંદ અને નડિયાદ ફાયરબ્રિગેડ અદ્યતન હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વડતાલ નજીકના સોનારીકુઇમાં કુવામાં પડેલા આધેડને બહાર કાઢવા 24 કલાક બાદ પણ એક પણ ફાયર બ્રિગેડ સફળ થયું નથી. ડિઝાસ્ટર વિભાગ પાંગળું સાબિત થતાં આધેડના પરિવારજનોએ ગ્રામજનોની મદદ લઇ કુવામાં શોધખોળ હાથ ધરી હતી. નડિયાદ તાલુકાના વડતાલથી - કણજરી તરફ જવાના માર્ગે આવતાં સોનારીકૂઇ વિસ્તારમાં રહેતા ઠાકોરભાઇ પરમાર (ઉ.વ.47) સવારે પોતાની બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ, બપોરના સમયે ઘરની નજીક જ આવેલા કૂવાની પાળી ઉપર જઇને બેઠા હતા.

જોકે એકાએક ઠાકોરભાઇ કૂવામાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી ગયા હતા અને કૂવામાં ઠાકોરભાઇની તપાસ હાથ ધરી હતી. આ મામલે નડિયાદ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતાં ટીમ ઘટનાસ્થળે દોડી હતી, પરંતુ કૂવો ઉંડો હોવાથી રેસક્યુ માટે આણંદ તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી. જોકે પરોઢ સુધી ફાયર બ્રિગેડની 3 ટીમો દ્વારા તપાસ કરવા છતાં ઠાકોરભાઇનો કોઇ પત્તો લાગ્યો ન હતો, સવારે 4 વાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ પણ રવાના થઇ હતી. બાદમાં પરિવારજનો દ્વારા ગામના જ કેટલાક તરવૈયાઓની મદદ લઇને કૂવામાં તપાસ શરૂ કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...