તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાની વેક્સિન લીધાને 15 દિવસ બાદ ખેડા કલેક્ટર-DDO પોઝિટીવ

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસી લીધા બાદ પણ કોરોના આવતાં તંત્રમાં દોડધામ

ખેડા જિલ્લામાં છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતાં કલેક્ટર અને ડીડીઓ પણ કોરોના ઝપટમાં આવી ગયાં છે. બન્ને ઉચ્ચ અધિકારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સારવાર હેઠળ છે. હજુ 15 દિવસ પહેલા જ બન્નેએ કોરોના વિરોધી રસી મુકાવ્યા બાદ કોરોના ઝપેટમાં આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.

ખેડા કલેક્ટર આઈ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવી કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. આ બન્ને ઉચ્ચ અધિકારીઓની તબિયત લથડતા પ્રથમ રેપીડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યા બાદ ફરી આરટીપીએસ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે પણ પોઝીટીવ આવતાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બન્ને અધિકારીઓ હાલ ઘરે જ ફીજીશ્યનની અંડરમાં સારવાર લઇ રહ્યાં છે.

જોકે, આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને બન્નેના પરિવારજનો તથા નજીકના સ્ટાફ મેમ્બરની પણ આરોગ્ય તપાસણી કરી લક્ષણો ધરાવતા અધિકારી, કર્મચારીની સારવાર શરૂ કરવા દોડધામ શરૂ કરી હતી. હાલ કોઇ અધિકારી, કર્મચારીને કોરોનાના લક્ષણો જોવા મળ્યાં નહતી. આમ છતાં તકેદારીના ભાગરૂપે બન્નેની ઓફિસ અને ઘરમાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલાં જ બન્ને અધિકારીઓએ કોરોના વિરોધી રસી પણ મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો