દુર્ઘટના:મરીડા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ખાળકૂવાનો સ્લેબ તૂટ્યો, 2 મહિલાને ઇજા પહોંચી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની પ્રથમ અંડર-11 એથ્લેટીક મીટ ચાલી રહીં છે

શહેરના મરીડા રોડ સ્પોર્ટસ કોમ્પલેક્ષ માં બે દિવસથી રાજ્યની પ્રથમ અંડર-11 એથલેટિક મીટ ચાલી રહી છે. જે દરમિયાન આજે સવારે ખાળકુવા નો સ્લેબ તુટી પડતાં બે વાલીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બંને મહિલાઓને તુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપવામાં આવી હતી. એથલેટિક મીટના પગલે રાજ્યભરમાંથી 7 હજાર બાળકોએ ભાગ લીધો હોય આજે સવારે અંદાજે 1 હજાર જેટલી સંખ્યામાં વાલીઓ અને બાળ સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. દરમિયાન કેટલાક વાલીઓ ખાળકુવા પરના સ્લેબ પર બેઠા હતા, તે દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો.

અચાનક ધડાકા સાથે સ્લેબ તૂટી પડતાં, બે મહિલાઓ એ ગભરાઈને બૂમાબૂમ કરી મૂકતા દોડભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્લેબ પર બેસેલ બે મહિલાઓ કાટમાળ સાથે અંદર ઉતરી હોઈ ત્યાં દોડી આવેલ લોકોએ બંને મહિલાઓને બહાર ખેંચી લીધી હતી. જે બાદ બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

બુમાબુમ થતા મહિલાઓને બહાર કાઢી
હુ અહી ચીફ ગેસ્ટ માં આવ્યો હતો, અચાનક લોકો એ બુમો પાડતા અહી દોડી આવી બંને મહિલાઓને બહાર કાઢી હતી. જોકે તેઓને પગના ભાગે સામાન્ય છોલાયું જ હતું. - સંજયભાઈ પટેલ, ફસ્ટ પર્સન

અન્ય સમાચારો પણ છે...